સાતમી વાર IPLમાં બૅક-ટુ-બૅક ફિફ્ટી ફટકારનાર રોહિત શર્માએ ૧૨,૦૦૦ T20 રન પૂરા કરવાની સાથે એક અનોખા લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.
રોહિત શર્મા
મુંબઈ ઇન્ડિયન્સના અનુભવી બૅટર રોહિત શર્માએ નવ વર્ષ બાદ IPLમાં બૅક-ટુ-બૅક ફિફ્ટી પ્લસ રનની ઇનિંગ્સ રમીને ઇતિહાસ રચ્યો છે. તેણે ચેન્નઈ સુપર કિંગ્સ સામે ૭૬ રન અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ૭૦ રનની ઇનિંગ્સ રમી હતી. સાતમી વાર IPLમાં બૅક-ટુ-બૅક ફિફ્ટી ફટકારનાર રોહિત શર્માએ ૧૨,૦૦૦ T20 રન પૂરા કરવાની સાથે એક અનોખા લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.
આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાર સુધીમાં તે T20માં જીતેલી મૅચમાં ૮૦૦૦ રન ફટકારનાર પહેલો ભારતીય બન્યો છે. ઓવરઑલ લિસ્ટમાં તે વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઇલ (૮૯૭૫ રન), ઇંગ્લૅન્ડના ઍલેક્સ હેલ્સ (૮૮૭૯ રન) અને પાકિસ્તાનના શોએબ મલિક (૮૨૯૧ રન) બાદ આ કમાલ કરનાર ચોથો ક્રિકેટર છે.
ADVERTISEMENT
જીતેલી મૅચોમાં ભારતીયો દ્વારા સૌથી વધુ T20 રન |
|
રોહિત શર્મા (૨૫૭ ઇનિંગ્સ) |
૮૦૫૬ રન |
વિરાટ કોહલી (૨૦૭ ઇનિંગ્સ) |
૭૯૫૮ રન |
શિખર ધવન (૧૭૮ ઇનિંગ્સ) |
૫૯૨૮ રન |
સુરેશ રૈના (૧૯૪ ઇનિંગ્સ) |
૫૭૪૨ રન |
સૂર્યકુમાર યાદવ (૧૭૫ ઇનિંગ્સ) |
૫૪૭૪ રન |

