Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારીશી સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભિલોડાની ચૅમ્પિયનશિપની હૅટ-ટ્રિક

ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારીશી સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભિલોડાની ચૅમ્પિયનશિપની હૅટ-ટ્રિક

Published : 05 May, 2025 10:44 AM | Modified : 06 May, 2025 07:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિલ્વર જ્યુબિલી વર્ષની રોમાંચક ફાઇનલમાં છેલ્લી ઓવરમાં બામણાને ૬ વિકેટથી હરાવ્યું ઃ ઍક્ટર અમર ઉપાધ્યાયનો ભત્રીજો વ્રજ બન્યો ટુર્નામેન્ટનો સુપરસ્ટાર.

ટ્રોફી

ટ્રોફી


ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારીશી સમાજના ઇતિહાસમાં ક્રિકેટની રમતના સાતત્યપૂર્ણ અને શાનદાર પચીસ વર્ષ નિમિત્તે આયોજિત T20 લેધર બૉલ ટુર્નામેન્ટ (TMBB CUP 2025) ભિલોડા ગામની ટીમે જીતી લીધી હતી. આ સાથે ભિલોડા ટીમે સતત ત્રીજા વર્ષે ટુર્નામેન્ટ જીતીને ચૅમ્પિયનશિપની હૅટ-ટ્રિક કરીને કમાલ કરી હતી. ફાઇનલમાં જબરી ફાઇટ આપનાર બામણા ટીમે બીજી વાર રનર-અપની ટ્રોફીથી સંતોષ માનવો પડ્યો હતો.

૫૦૦થી વધુ જ્ઞાતિજનોની હાજરીમાં ઇષ્ટદેવ એકલિંગજી ભગવાનની આરાધના કરીને ફાઇનલની શરૂઆત કરવામાં આવી હતી. ભિલોડાના કૅપ્ટન સંદીપ (સૅન્ડી) ત્રિવેદીએ ટૉસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બામણાના ઓપનરો કશ્યપ ઠાકર અને હર્નિશ શુક્લએ ૬ ઓવરમાં ૪૯ રન ફટકારીને ટીમને આક્રમક શરૂઆત કરાવી આપી હતી અને ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૫૨ રન બનાવ્યા હતા. જવાબમાં ભિલોડાની શરૂઆત નબળી રહી હતી અને માત્ર એક જ રનના સ્કોર પર ઓપનર અને ઍક્ટર અમર ઉપાધ્યાયનો પુત્ર આર્યમન ઉપાધ્યાય ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો, પણ સાથી ઓપનર વિશાલ ત્રિવેદી (૨૭), હિમાંશુ ત્રિવેદી (૪૦), વ્રજ ઉપાધ્યાય (૩૪) અને કથન ભટ્ટ (૨૬)ની ઉપયોગી ઇનિંગ્સના સ્કાેરે છેલ્લી ઓવરના પહેલા બૉલે વિજય મેળવી લીધો હતો. અમર ઉપાધ્યાયનો ભત્રીજો વ્રજ ઉપાધ્યાય ફાઇનલમાં ૩૪ બૉલમાં ૨૦ રન કરીને અને એક વિકેટ લઈને મૅન ઑફ ધ મૅચ બન્યો હતો તથા ટુર્નામેન્ટમાં ૧૨૧ રન અને ૧૧ વિકેટના શાનદાર પર્ફોર્મન્સ વડે પ્લેયર ઑફ ધ સિરીઝની પણ ટ્રોફી જીતીને છવાઈ ગયો હતો.

ફાઇનલની બન્ને ટીમને ઇંગ્લિશ વિલોનાં બૅટ તથા ચૅમ્પિયન ટીમને ૧૧,૦૦૦ રૂપિયાનું ઇનામ તથા ટ્રોફી આપવામાં આવ્યાં હતાં. આ ટુર્નામેન્ટ તથા નવી શરૂ કરવામાં આવેલી TEN10 ટુર્નામેન્ટના ખેલાડીઓ, સહયોગીઓ અને અન્ય વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન ટૂંક સમયમાં ઑડિટોરિયમમાં એક રંગારંગ કાર્યક્રમ યોજીને કરવામાં આવશે એવી જાહેરાત કન્વીનર પ્રફુલ્લ ઉપાધ્યાયે કરી હતી.

ફાઇનલ દરમ્યાન ઍક્ટર અમર ઉપાધ્યાયએ હાજર રહીને ફાઇનલ તથા તેમના પુત્ર અને ભત્રીજાની રમતને માણી હતી અને પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન વખતે બન્ને ટીમને ટ્રોફી આપીને સન્માનિત કરી હતી. ૧૯૯૯માં જ્યારે આ ટુર્નામેન્ટની પ્રથમ સીઝનની વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ વખતે પણ અમર ઉપાધ્યાયના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2025 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK