Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Fire: જસલોક હોસ્પિટલ નજીક ગાર્મેન્ટ શોરૂમમાં ભભૂકી આગ! ફાયર વિભાગ દોડતું થયું

Mumbai Fire: જસલોક હોસ્પિટલ નજીક ગાર્મેન્ટ શોરૂમમાં ભભૂકી આગ! ફાયર વિભાગ દોડતું થયું

Published : 05 May, 2025 09:49 AM | Modified : 06 May, 2025 06:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Fire: પેડર રોડ પરના આ બુટીક રિયાઝ ગંગજી લિબાસમાં સવારે લગભગ 6:30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. કોઈ જાનહાનિ નથી.

આગની પ્રતીકાત્મક તસવીર

આગની પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની છે. જાણીતી જસલોક હોસ્પિટલ નજીક આવેલા બુટીક રિયાઝ ગંગજી લિબાસમાં આ આગ ફાટી નીકળવાના અહેવાલ મળી રહ્યા છે. પેડર રોડ પરની આ આગ વિષે માહિતી મળતાં જ ફાયરબ્રિગેડની 5-6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.


શોરૂમમાં ધુમાડો ભરાઈ ગયો



આ આગની ઘટના (Mumbai Fire) કેટલી ભયાવહ હતી તે વિષે વાત કરીએ તો કેટલીક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં વહેતાં થયા છે. જે પરથી આ આગની પ્રબળતાનું અનુમાન લગાડી શકાય છે. આ રહેણાંક મકાનના નીચલા માળે આવેલા શોરૂમમાં આગ લાગતાં જ તે ધુમાડાથી ભરાઈ ગયો હતો. માહિતી મળતાં જ અગ્નિશામકો આગ ઓલવવાની કામગીરીમાં જોતરાઈ ગયા હતા. જ્યારે પોલીસ દ્વારા ટ્રાફિકનું સંચાલન કરવામાં આવ્યું અને સ્થાનિકોને આ ઘટના સ્થળેથી દૂર સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.


ટ્રાફિકને નિયંત્રિત કરવામાં આવ્યો છે 

પ્રાથમિક માહિતી અનુસાર પેડર રોડ પરના આ બુટીક રિયાઝ ગંગજી લિબાસમાં સવારે લગભગ 6:30 વાગ્યાની આસપાસ આગ લાગી (Mumbai Fire) હતી. માહિતી મળતાં જ અગ્નિશામકોની ટ્રકો તરત જ સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વિસ્તારમાં ટ્રાફિકને નિયંત્રિત કરવામાં અગ્નિશામક વિભાગને મદદ કરી હતી. જો કે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે કોઈપણ રહેવાસીઓના ઈજાગ્રસ્ત થયાના અહેવાલ નથી.


ક્યાં લાગી છે આગ? સરનામું જાણી લો

આ આગ આજે સવારે લગભગ ૭.3૦ કલાકે ફાટી નીકળી હતી. સવા આઠ વાગ્યા સુધીમાં તો ફાયર એન્જિનની ટીમો ઘટના સ્થળે (Mumbai Fire) પહોંચી ગઈ હતી. આ આગ સુખશાંતિ બીએલડીજી (જી + 6) દુકાન નં. 2 અને 3 ખાતે લાગી હતી જે જસલોક હોસ્પિટલ નજીક, પેડર રોડ, નાના ચોક પાસે આવેલ છે.

આ આગ ક્યાં ક્યાં સુધી સીમિત છે?

આ આગ લિબ્બાના શોરૂમમાં ફાટી નીકળેલી આગ ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશન અને ગારમેન્ટ્સ/કપડાના સ્ટોક સુધી મર્યાદિત હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. સમગ્ર ઇમારતમાં ધુમાડો ફેલાઈ રહ્યો હતો.

અત્યારે બેસ્ટ, પોલીસ, 108 એમ્બ્યુલન્સ સહિતની બચાવ ટીમો કાર્યરત છે. DFO-01, ADFO-01, SO-09, FE-06, FT-01, MWT-01, JT-08, AWTT-01, TTL-01, BA-01, QRV-01, એમ્બ્યુલન્સ-01 વગેરે પણ ઘટના સ્થળે આવી ગઈ છે.

કોને કોને બચાવી લેવાયાં?

અત્યારે આ આગ લેવલ-IIની હોવાનું જણાવાયું છે. આ આગમાં (Mumbai Fire) પ્રથમ માળમાં રહેતા ચાર પુરુષો, ચાર સ્ત્રીઓ, ત્રણ કૂતરાઓ અને ચોથા માળની બે બિલાડીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં સફળતા મળી છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ આગ વિષે વધુ માહિતી સામે આવી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

06 May, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK