Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હૈદરાબાદી બૅટિંગને ધરાશાયી કરીને ગુજરાત બન્યું નંબર વન

હૈદરાબાદી બૅટિંગને ધરાશાયી કરીને ગુજરાત બન્યું નંબર વન

Published : 13 May, 2026 03:06 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઈ સુદર્શન અને વૉશિંગ્ટન સુંદરની ફિફ્ટીની મદદથી ગુજરાતે આપ્યો હતો ૧૬૯ રનનો ટાર્ગેટ, કૅગિસો રબાડા અને જેસન હોલ્ડરનો જોરદાર સપાટો ઃ હૈદરાબાદ પોતાનો લોએસ્ટ ૮૬ રનનો સ્કોર કરીને હાર્યું

જેસન હૉલ્ડરે ૩ વિકેટ લઈને હૈદરાબાદને એની ૮૨ રનની હાર માટે મજબૂર કર્યા.

જેસન હૉલ્ડરે ૩ વિકેટ લઈને હૈદરાબાદને એની ૮૨ રનની હાર માટે મજબૂર કર્યા.


IPL 2026ની ૫૬મી મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ગુજરાત ટાઇટન્સે પોતાનો ૮૨ રનનો સૌથી મોટો વિજય મેળવીને સીઝનની સતત પાંચમી જીત મેળવી છે. ગુજરાતે બે વ્યક્તિગત ફિફ્ટીના આધારે પાંચ વિકેટે ૧૬૮ રન કર્યા હતા. રન-ચેઝ દરમ્યાન ગુજરાતના બોલિંગ-યુનિટના તરખાટને કારણે હૈદરાબાદ ૧૪.૫ ઓવરમાં પોતાનો લોએસ્ટ ૮૬ રનનો સ્કોર કરીને ઑલઆઉટ થઈ ગયું હતું. અમદાવાદમાં ૨૦૧૪ની એકમાત્ર જીત બાદ હૈદરાબાદને અહીં લાગલાગટ પાંચમી મૅચમાં હાર મળી છે. હોમ-ટીમ ગુજરાત સામેની અહીંની ચારેચાર મૅચમાં હૈદરાબાદને હાર મળી છે. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર ગુજરાત માટે ઓપનર સાઈ સુદર્શને સતત ત્રીજી ફિફ્ટી નોંધાવી હતી. તેણે ૪૪ બૉલમાં પાંચ ફોર અને બે સિક્સની મદદથી ૬૧ રન કર્યા હતા. મિડલ-ઑર્ડર બૅટર્સ નિશાંત સિંધુએ ૧૪ બૉલમાં ૨૨ રન અને વૉશિંગ્ટન સુંદરે ૩૩ બૉલમાં ૫૦ રનનું યોગદાન આપ્યું હતું.

IPL પૉઇન્ટ્સ ટેબલ

ટીમ

મૅચ

જીત

હાર

નો-રિઝલ્ટ

નેટ રનરેટ

પૉઇન્ટ

ગુજરાત

૧૨

+૦.૫૫૧

૧૬ 

બૅન્ગલોર

૧૧

+૧.૧૦૩

૧૪

હૈદરાબાદ

૧૨

+૦.૩૩૧

૧૪

પંજાબ

૧૧

+૦.૪૨૮

૧૩

ચેન્નઈ

૧૧

+૦.૧૮૫

૧૨ 

રાજસ્થાન

૧૦

+૦.૦૮૨

૧૨

દિલ્હી

૧૨

-૦.૯૯૩

૧૦

કલકત્તા

૧૦

-૦.૧૬૯

મુંબઈ

૧૧

-૦.૫૮૫

૬   

લખનઉ

૧૧

-૦.૯૦૭

૬  



હૈદરાબાદ તરફથી યંગ ફાસ્ટ બોલર્સ પ્રફુલ હિંગે અને સાકિબ હુસેને બે-બે વિકેટ લીધી હતી અને કૅપ્ટન પૅટ કમિન્સને એક વિકેટ મળી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે રન-ચેઝ દરમ્યાન ૧૦.૪ ઓવરમાં ૬૦ રને ૭ વિકેટ ગુમાવી દીધી હતી. સલિલ અરોરાએ ૧૩ બૉલમાં ૧૬ રન, હેન્રિક ક્લાસેને ૧૬ બૉલમાં ૧૪ રન, ઈશાન કિશને ૭ બૉલમાં ૧૧ અને પૅટ કમિન્સે ૯ બૉલમાં ૧૯ રન કર્યા હતા. ગુજરાત માટે ફાસ્ટ બોલર્સ કૅગિસો રબાડાએ ૨૮ રન અને જેસન હોલ્ડરે ૨૦ રન આપીને ૩-૩ વિકેટ લીધી હતી. પ્રસિદ્ધ ક્રિષ્નાને બે વિકેટ અને મોહમ્મદ સિરાજ-રાશિદ ખાનને એક-એક વિકેટ મળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2026 03:06 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK