Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Navjot Singh Sidhu Comeback: હવે IPLમાં ખરો રંગ જામશે, રાજકારણ છોડી ફરી નવજોત સિંહ સિદ્ધુ કરશે કૉમેન્ટ્રી

Navjot Singh Sidhu Comeback: હવે IPLમાં ખરો રંગ જામશે, રાજકારણ છોડી ફરી નવજોત સિંહ સિદ્ધુ કરશે કૉમેન્ટ્રી

19 March, 2024 03:37 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Navjot Singh Sidhu Comeback: નવજોત સિંહ સિદ્ધુએ પત્નીની તબિયત ખરાબ હોવાને કારણે લોકસભા ચૂંટણીથી છેડો ફાડી નાખ્યો છે. તેઓ આઈપીએલમાં કૉમેન્ટ્રી કરશે

નવજોત સિંહ સિદ્ધુ

નવજોત સિંહ સિદ્ધુ


કી હાઇલાઇટ્સ

  1. સિદ્ધુની ક્રિકેટની સમજ અને તેને રજૂ કરવાની તેમની શૈલી લોકોને સંપૂર્ણપણે અલગ છે
  2. કોંગ્રેસની ખૂબ જ ઈચ્છા હતી કે પટિયાલાથી નવજોત સિંહ સિદ્ધુને ચૂંટણી માટે મેદાનમાં ઊતરે
  3. સૌ ક્રિકેટપ્રેમીઓમાં આનંદ છવાઈ ગયો છે

કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ જાણે લોકસભા ચૂંટણીથી દૂર ખસી ગયા હોય તેવું જણાઇ રહ્યું છે. લીધી છે. લાંબા સમયથી ટીવીથી દૂર રહેલા ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ હવે IPL 2024માં કોમેન્ટ્રી કરતા જોવા (Navjot Singh Sidhu Comeback) મળવાના છે. સ્ટાર સ્પોર્ટ્સ પોસ્ટે એક્સ પર એક પોસ્ટ દ્વારા ચાહકોને આ સમાચાર આપ્યા હતા.

નવજોત સિંહ સિદ્ધુ જ્યારે પોતે ક્રિકેટ રમતા હતા ત્યારે તેઓ શાંત ક્રિકેટર તરીકે ઓળખાતા હતા. ત્યારબાદ કોમેન્ટ્રીમાં આવ્યા બાદ લોકોએ તેમનો અલગ અવતાર જોયો. સિદ્ધુની ક્રિકેટની સમજ અને તેને રજૂ કરવાની તેમની શૈલી લોકોને સંપૂર્ણપણે અલગ લાગી. આ જ કારણ હતું કે નવજોત સિંહ સિદ્ધુ ટોચના ભારતીય કોમેન્ટેટરોમાંના એક ગણાવા લાગ્યા. હવે ફરીથી તેઓ કૉમેન્ટ્રીમાં જોડાઈ રહ્યા છે (Navjot Singh Sidhu Comeback) ત્યારે સૌ ક્રિકેટપ્રેમીઓમાં આનંદ છવાઈ ગયો છે.



શા માટે લોકસભા ચૂંટણીથી પાછળ ખસી ગયા નવજોત સિંહ સિદ્ધુ?



પ્રાપ્ત માહિતી અનુસાર નવજોત સિંહ સિદ્ધુએ પત્નીની તબિયત ખરાબ હોવાને કારણે લોકસભા ચૂંટણીથી છેડો ફાડી નાખ્યો છે. કોંગ્રેસની ખૂબ જ ઈચ્છા હતી કે પટિયાલાથી નવજોત સિંહ સિદ્ધુને ચૂંટણી માટે મેદાનમાં ઉતરે. પરંતુ પાર્ટીની યોજનાઓ નિષ્ફળ રહી હતી. કારણકે નવજોત સિંહ સિદ્ધુની પત્ની કેન્સરથી પીડિત છે, આજ કારણોસર નવજોત સિંહ સિદ્ધુએ પોતાની પત્નીની સારવાર માટે સમય ફાળવવા અર્થે લોકસભાની ચૂંટણી લડવાની ના (Navjot Singh Sidhu Comeback) પાડી દીધી છે. 

ભાજપમાં પણ ન જોડાયા સિદ્ધુ

જ્યારે તેઓએ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવાની ના પાડી દીધી ત્યારે એવી અફવા હતી કે નવજોત સિંહ સિદ્ધુ ભાજપમાં જોડાઈ શકે છે. પણ આ અટકળોને દૂર કરવા માટે ભૂતપૂર્વ ક્રિકેટરે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથેની તેની જૂની તસવીર પણ ફરીથી પોસ્ટ કરી હતી, એટલે એ તો સબઆઇટી થઈ ગયું કે તેઓ ભાજપમાં નહીં જોડાય. ત્યારબાદ સિદ્ધુને રોડવેઝ કેસમાં એક વર્ષની સજા કાપીને છોડી દેવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે આગામી IPLની ઉદ્ઘાટન મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાવા જઈ રહી છે. IPL બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે સોશિયલ મીડિયા દ્વારા કૉમેન્ટ્રી પેનલમાં નવજોત સિંહ સિદ્ધુના ઉમેરાની પુષ્ટિ કરી છે. એટલે હવે તે આઈપીએલમાં ફરી કૉમેન્ટ્રી (Navjot Singh Sidhu Comeback) કરતાં જોવા મળવાના છે.

સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા આ ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું હતું કે, “કોઈ સજ્જને કહ્યું છે કે `આશા સૌથી મોટી તોપ છે.` અને બુદ્ધિશાળી મહાન નવજોત સિંહ સિદ્ધુ પોતે અમારી અદ્ભુત સ્ટાર કાસ્ટમાં જોડાવાના છે. તેની અદ્ભુત કોમેન્ટ્રી (Navjot Singh Sidhu Comeback) અને તેજસ્વી વન લાઇનર્સને ચૂકશો નહીં.”

Whatsapp-channel Whatsapp-channel

19 March, 2024 03:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK