મૉડલ અદિતિની તેના ક્યુટીને શુભેચ્છા
મૉડલ અદિતિ અને ઈશાન કિશન
ઈશાન કિશનનો ઇંગ્લૅન્ડ સામેની ટી૨૦ ટીમમાં સમાવેશ થતાં તેને અનેક લોકો પાસેથી શુભેચ્છા પ્રાપ્ત થઈ હતી, પણ મૉડલ અદિતિ હુંડિયાએ આપેલી શુભેચ્છા ઘણી વાઇરલ થઈ હતી. ઈશાન સાથેનો પોતાનો ફોટો અપલોડ કરી અદિતિએ કહ્યું, ‘કૉન્ગ્રેચ્યુલેશન્સ માય ક્યુટી.’
આ પહેલાં પણ અદિતિએ આઇપીએલની પાછલી સીઝનમાં ઈશાનના પર્ફોર્મન્સની પ્રશંસા કરતી પોસ્ટ સોશ્યલ મીડિયામાં કરી હતી, જે ઘણી વાઇરલ થઈ હતી.