Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મહેન્દ્રસિંહ ધોનીએ પ્રેક્ટિસ બાદ ચલાવી સુપરબાઈક, જુઓ વીડિયો

મહેન્દ્રસિંહ ધોનીએ પ્રેક્ટિસ બાદ ચલાવી સુપરબાઈક, જુઓ વીડિયો

24 September, 2019 03:27 PM IST | રાંચી

મહેન્દ્રસિંહ ધોનીએ પ્રેક્ટિસ બાદ ચલાવી સુપરબાઈક, જુઓ વીડિયો

મહેન્દ્રસિંહ ધોનીએ પ્રેક્ટિસ બાદ ચલાવી સુપરબાઈક, જુઓ વીડિયો


મહેન્દ્રસિંહ ધોની હાલ ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. આર્મી સાથે એક મહિનો વીતાવ્યા બાદ હાલ ધોની પોતાના હોમ ટાઉન રાંચીમાં ફેમિલી સાથે સમય પસાર કરી રહ્યા છે. તાજેતરમાં જ ધોની ઝારખંડના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતા દેખાયા હતા. આ જ દરમિયાન ધોનીનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં ધોની સુપરબાઈક ચલાવતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિસેયશનના ઈન્ટરનેશનલ સ્ટેડિયમની બહારનો છે. જેમાં મહેન્દ્રસિંહ દોની નિન્જા H2 ચલાવતા દેખાય છે.

પ્રેક્ટિસ કર્યા બાદ ધોની સ્ટેડિમમાંથી બહાર નીકળ્યા. ધોનીના ખભા પર બેગ હતી અને હાથમાં હેલ્મેટ. બાદમાં ધોની બાઈક પર બેઠા અને બાઈક લઈને સ્ટેડિયમની બહાર નીકળી ગયા. સોશિયલ મીડિયા પર ધોનીની બાઈક રાઈડનો વીડિયો વાઈરલ થયો છે.



ધોનીનો વધુ એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ વીડિયોમાં ધોની લાલ રંગની કાર ચલાવતા દેખાઈ રહ્યા છે. ધોનીએ તાજેતરમાં જ જીપ ગ્રાંડ ચેરોકી ટ્રેકહૉક કાર ખરીદી છે. રાંચી પહોંચ્યા બાદ દોની આ કાર ચલાવતા દેખાયા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી ર્હયો છે.


આ પણ વાંચોઃ Arjun Tendulkar:માસ્ટર બ્લાસ્ટર સચિનના પુત્રની આવી છે ક્રિકેટ કરિયર

ઉલ્લેખનીય છે કે ધોની આ વર્ષના નવેમ્બર મહિના સુધી ક્રિકેટના ગ્રાઉન્ડ પર નહીં દેખાય. મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે ધોની દક્ષિણ આપ્રિકા સામેની વન ડે સિરીઝમાં પણ નથી રમી રહ્યા. એટલું જનહીં ધોની વિજય હઝારે ટ્રોફી અને બાંગ્લાદેશ સામેની ટી 20 સિરીઝ પણ નથી રમી રહ્યા. મનાઈ રહ્યું છે કે ધોનીએ ડિસેમ્બરમાં થનારી ટીમ પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. ડિસેમ્બરમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરવાનો છે. જ્યાં છ ડિસેમ્બરતી ત્રણ ટી 20 અને ત્રણ વન ડે રમવાની છે.


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2019 03:27 PM IST | રાંચી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK