T20 ઇન્ટરનૅશનલની સાથે ક્યારેય ડોમેસ્ટિક ક્રિકેટમાં T20 મૅચ કે કોઈ ફ્રૅન્ચાઇઝી લીગમાં સ્થાન મેળવ્યું નથી. આ ટૉપ ઑર્ડર બૅટર વેસ્ટ ઇન્ડીઝ માટે ૧૦ વન-ડે મૅચ જ રમ્યો છે.
વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે ૧૦૦ ટેસ્ટ-મૅચની સિદ્ધિ બદલ સન્માનિત કર્યો ક્રેગ બ્રેથવેટને.
વેસ્ટ ઇન્ડીઝના ૩૨ વર્ષના ક્રિકેટર ક્રેગ બ્રેથવેટે ઑસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટમાં મેદાનમાં ઊતરતાંની સાથે જ ઇતિહાસ રચી દીધો. વેસ્ટ ઇન્ડીઝના આ ભૂતપૂર્વ કૅપ્ટને પોતાની ૧૪ વર્ષની કરીઅરમાં ૧૦૦ ટેસ્ટ-મૅચ રમવાની સિદ્ધિ મેળવી હતી. તે વેસ્ટ ઇન્ડીઝ માટે આ કમાલ કરનાર દસમો અને ઓવરઑલ ૮૨મો પ્લેયર છે, પણ તેની સાથે જ બ્રેથવેટ રમતના સૌથી ટૂંકા ફૉર્મેટ T20ની એક પણ મૅચ રમ્યા વિના ૧૦૦ ટેસ્ટ-મૅચ રમનાર દુનિયાનો પહેલો પ્લેયર બન્યો છે. તેણે T20 ઇન્ટરનૅશનલની સાથે ક્યારેય ડોમેસ્ટિક ક્રિકેટમાં T20 મૅચ કે કોઈ ફ્રૅન્ચાઇઝી લીગમાં સ્થાન મેળવ્યું નથી. આ ટૉપ ઑર્ડર બૅટર વેસ્ટ ઇન્ડીઝ માટે ૧૦ વન-ડે મૅચ જ રમ્યો છે.

