બૅન્ગલોર પર રહેશે ટાઇટલ ડિફેન્ડ કરવાનું પ્રેશર : દિલ્હી, લખનઉ અને પંજાબની નજર પહેલી ટ્રોફી પર રહેશે : મુંબઈ, ચેન્નઈ, કલકત્તા, ગુજરાત, હૈદરાબાદ અને રાજસ્થાન ગુમાવેલું ગૌરવ પાછું મેળવવા ઊતરશે
આજથી IPLની સીઝન 19 શરૂઃ ૧૦ ટીમ વચ્ચે પ્રતિષ્ઠાનો જબરદસ્ત જંગ, ૫૮ દિવસમાં ૧૩ મેદાનો પર રમાશે ૭૦ લીગ મૅચ : બૅન્ગલોર પર રહેશે ટાઇટલ ડિફેન્ડ કરવાનું પ્રેશર : દિલ્હી, લખનઉ અને પંજાબની નજર પહેલી ટ્રોફી પર
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૯મી સીઝનનો આજથી પ્રારંભ થશે. આગામી ૫૮ દિવસમાં ૧૩ મેદાનો પર ૭૦ લીગ-સ્ટેજ મૅચ બાદ ટૉપ ૪ ટીમ વચ્ચે ટ્રોફી સુધી પહોંચવાની રસાકસી શરૂ થશે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન બૅન્ગલોરની ટીમ પર ટાઇટલ ડિફેન્ડ કરવાનું પ્રેશર રહેશે. જર્સી-નંબર ૧૮ પહેરતા વિરાટ કોહલીએ ૧૮મી સીઝનમાં IPL 2025ની ટ્રોફીરૂપે ટુર્નામેન્ટનું પહેલું ટાઇટલ ઉપાડ્યું હતું. હમણાં સુધી ચેન્નઈ (૨૦૧૦ અને ૨૦૧૧) અને મુંબઈ (૨૦૧૯ અને ૨૦૨૦)ની ટીમો જ સતત બે સીઝનમાં ટ્રોફી જીતવામાં સફળ રહી છે.
ક્રિકેટજગત છેલ્લી સીઝનની જેમ નવા ચૅમ્પિયનને જોવાની ઇચ્છા રાખશે. દિલ્હી, લખનઉ અને પંજાબની ટીમ હજી સુધી એક પણ વખત આ ટાઇટલ જીતી શકી નથી. ત્રણેય ટીમની નજર પહેલી ટ્રોફી જીતવા પર રહેશે. મુંબઈ પાંચ સીઝન, ચેન્નઈ બે, કલકત્તા ૧, ગુજરાત ૩, હૈદરાબાદ ૯ અને રાજસ્થાન ૧૭ સીઝનથી IPL ટ્રોફીથી દૂર રહ્યું છે. આ તમામ ટીમ પણ ગુમાવેલું ગૌરવ પાછું મેળવવા મેદાન પર ઊતરશે.
ADVERTISEMENT
વર્તમાન સીઝનમાં ક્રિકેટફૅન્સની નજર મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા અને વિરાટ કોહલીની બૅટિંગ પર; કૅમરન ગ્રીન, રિષભ પંત અને શ્રેયસ ઐયર જેવા મોંઘા ક્રિકેટર્સના પ્રદર્શન પર તેમ જ વૈભવ સૂર્યવંશી, આકિબ નબી, પ્રશાંત વીર, કાર્તિક શર્મા જેવા યંગ ટૅલન્ટની સાથે ઇન્જર્ડ પ્લેયર્સની અપડેટ પર પણ રહેશે. નાની ભૂલ, ખોટા નિર્ણય અને પ્લેયર્સની ઇન્જરી મોટી ટીમોની જીતનાં સમીકરણ બગાડવા માટે પૂરતાં હોય છે.
કોણ કેટલી વાર ચૅમ્પિયન?
લ્લી ૧૮ સીઝનમાં મુંબઈ અને ચેન્નઈએ સૌથી વધુ પાંચ-પાંચ ટાઇટલ જીત્યાં છે. કલકત્તાએ ૩ વખત, ડેક્કન ચાર્જર્સ સહિતની હૈદરાબાદ ફ્રૅન્ચાઇઝીએ બે વખત અને રાજસ્થાન-ગુજરાત-બૅન્ગલોરે ૧-૧ વખત આ ટાઇટલ જીત્યું છે.
ઇનામ કેટલાં?
IPL 2026ની ચૅમ્પિયન ટીમને ૨૦ કરોડ રૂપિયા અને રનર-અપ ટીમને ૧૩ કરોડ રૂપિયા મળશે. ટુર્નામેન્ટની વર્તમાન સીઝનની કુલ કૅશ પ્રાઇસ ૪૬.૫૦ કરોડ રૂપિયા છે. છે
IPLની તમામ ૧૮ સીઝનના રસપ્રદ આંકડા
1726
આટલી હાઇએસ્ટ IPL સિક્સ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જોવા મળી હતી.
8.94
આટલા હાઇએસ્ટ રન-રેટથી IPLના
રન બન્યા છે અમદાવાદમાં.
15.51
આટલી હાઇએસ્ટ ઍવરેજ સિક્સ દરેક IPL મૅચમાં જોવા મળે છે અમદાવાદના સ્ટેડિયમમાં.
33.50
આટલી હાઇએસ્ટ ઍવરેજ
ફોર દરેક IPL મૅચમાં જોવા
મળે છે ધરમશાલાના મેદાનમાં.
170.02
IPLમાં ૩૦થી વધુ મૅચ રમનાર ઍક્ટિવ બૅટર્સમાં ટ્રેવિસ હેડ આટલા હાઇએસ્ટ સ્ટ્રાઇક-રેટથી રન બનાવે છે.
357
આટલી હાઇએસ્ટ સિક્સ ફટકારી છે ક્રિસ ગેઇલે IPLમાં. રોહિત (૩૦૨) અને વિરાટ (૨૯૧) વચ્ચે આ રેકૉર્ડ તોડવાની રેસ જોવા મળશે.
8
ડેથ ઓવર્સમાં સુનીલ નારાયણ આટલો બેસ્ટ ઇકૉનૉમી રેટ ધરાવે છે.
92
ડેથ ઓવર્સમાં આટલી હાઇએસ્ટ
વિકેટ લીધી છે ભુવનેશ્વર કુમારે.
2936
ડેથ ઓવર્સમાં આટલા હાઇએસ્ટ રન કર્યા છે ધોનીએ.
205.31
ડેથ ઓવર્સમાં આટલો બેસ્ટ
સ્ટ્રાઇક-રેટ ધરાવે છે રિષભ પંત.
3117
આટલા હાઇએસ્ટ રન IPL પાવરપ્લેમાં ફટકારનાર ઍક્ટિવ પ્લેયર છે વિરાટ કોહલી.
8661
આટલા હાઇએસ્ટ રન કર્યા છે વિરાટ કોહલીએ. બીજા ક્રમના રોહિત શર્મા (૭૦૪૬)નું આ સીઝનમાં એ આંકડા સુધી પહોંચવું અશક્ય છે.
221
આટલી હાઇએસ્ટ વિકેટ લીધી છે યુઝવેન્દ્ર ચહલે. બીજા ક્રમના ભુવનેશ્વર કુમાર (૧૯૮)નું આ આંકડા સુધી પહોંચવું મુશ્કેલ છે.
