Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં દરદીઓનાં સગાં માટે ૮૫૮ બેડનું ૮ માળનું રેનબસેરા બન્યું

અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં દરદીઓનાં સગાં માટે ૮૫૮ બેડનું ૮ માળનું રેનબસેરા બન્યું

Published : 28 March, 2026 08:53 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિવિલ હૉસ્પિટલના કૅમ્પસમાં ૬૦ કરોડ રૂપિયાના ખર્ચે ૮૫૮ બેડની ક્ષમતા સાથે રેનબસેરા બનાવ્યું છે

અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં બનેલું રેનબસેરા

અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં બનેલું રેનબસેરા


એશિયાની સૌથી મોટી અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ દરદીઓ સારવાર માટે આવે છે. બહારગામ કે બીજાં રાજ્યોમાંથી આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દરદીઓની સારવાર દરમ્યાન તેમનાં સગાંઓને રહેવા માટે ગુજરાત સરકાર દ્વારા સિવિલ હૉસ્પિટલના કૅમ્પસમાં ૮૫૮ બેડની ક્ષમતા સાથે રેનબસેરા બનાવવામાં આવ્યું છે.

સિવિલ હૉસ્પિટલમાં દર વર્ષે અંદાજે એક લાખ જેટલા દરદીઓ ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર માટે દાખલ થાય છે. બહારથી આવતા દરદીઓનાં સગાંઓને રહેવા માટે પડતી હાલાકીને દૂર કરવા માટે સિવિલ હૉસ્પિટલના કૅમ્પસમાં ૬૦ કરોડ રૂપિયાના ખર્ચે ૮૫૮ બેડની ક્ષમતા સાથે રેનબસેરા બનાવ્યું છે. એમાં ડૉર્મિટરીમાં સામાન રાખવા માટે લૉકરની સુવિધા ઉપલબ્ધ છે. બેઝમેન્ટ સાથે ૮ ફ્લોરના આ બિ​લ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રિસેપ્શન, ૨૮૦ લોકોની ક્ષમતા ધરાવતી કૅન્ટીન, ATM તેમ જ દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે એ માટે ૮ દુકાન બનાવી છે. બેઝમેન્ટમાં ૫૮ કાર અને ૯૧ ટૂ-વ્હીલર માટે પાર્કિંગની સુવિધા કરવામાં આવી છે. આ સુવિધાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સુર​િક્ષત અને સન્માનજનક રહેઠાણ મળશે. જોકે આ રેનબસેરામાં કેટલું ભાડું હશે એ હજી નક્કી થયું નથી.     


Whatsapp-channel Whatsapp-channel

28 March, 2026 08:53 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK