Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પત્નીના ચારિત્ર્ય પર શંકા કરીને પતિએ તેને માર મારીને કાર નીચે કચડી નાખી

પત્નીના ચારિત્ર્ય પર શંકા કરીને પતિએ તેને માર મારીને કાર નીચે કચડી નાખી

Published : 28 March, 2026 11:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેવદર્શન માટે બારામતીના દંપતી વચ્ચે થયેલા ઝઘડાનો ઘાતકી અંત

રોડ પર કાર રોકીને પત્નીની મારઝૂડ કરતા પતિને જોઈને લોકોએ તેને વાર્યો હતો

રોડ પર કાર રોકીને પત્નીની મારઝૂડ કરતા પતિને જોઈને લોકોએ તેને વાર્યો હતો


બારામતીમાં રહેતું દંપતી ગાણગાપુર દેવદર્શન માટે જતું હતું ત્યારે કારમાં જ પતિ-પત્ની વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. ૨૮ વર્ષની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પતિએ કર્ણાટકના બલ્લુરગી ગામ પાસે કાર રસ્તાની સાઇડમાં ઊભી રાખીને પત્નીને બહાર કાઢીને તેની મારઝૂડ કરી હતી. એ વખતે અન્ય વાહનચાલકોએ પતિને વારવાનો પ્રયાસ કરતાં પતિ સહેજ અટક્યો હતો, પણ જેવા વાહનચાલકો તેમનાથી થોડે દૂર ગયા કે તરત પતિએ ફરી કારમાં બેસીને રસ્તા પર પડેલી ઘાયલ પત્નીના શરીર પરથી કાર ચલાવી તેને કચડીને તેની હત્યા કરી હતી. કર્ણાટક પોલીસે પતિ સામે હત્યાનો કેસ નોંધીને વધુ કાર્યવાહી કરી હતી. કર્ણાટક પોલીસે પતિ સામે હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

28 March, 2026 11:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK