Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ધબકારો’ સાથે નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટની ગુજરાતી ફિલ્મ જગતમાં એન્ટ્રી

‘ધબકારો’ સાથે નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટની ગુજરાતી ફિલ્મ જગતમાં એન્ટ્રી

Published : 27 March, 2026 06:03 PM | Modified : 27 March, 2026 06:18 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ મેકર અભિષેક શાહ ડિરેક્ટ કરી રહ્યો છે, તે અગાઉ ‘હેલ્લારો’ અને ‘ઉમ્બારા’ જેવી ફિલ્મો માટે જાણીતો બન્યો હતો. ‘ધબકારો’ માં, દેવેન ભોજાણી અને આરજવ ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ધબકારોની કાસ્ટ અને મેકર્સ

ધબકારોની કાસ્ટ અને મેકર્સ


ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં 75 વર્ષની સફળ સફર પૂર્ણ કર્યા બાદ નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ હવે ગુજરાતી સિનેમામાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. પ્રોડક્શન હાઉસે ‘ધ મુવિંગ મંચ’ અને ‘હરફનમૌલા ફિલ્મ્સ’ સાથે મળીને તેની પહેલી ગુજરાતી ફિલ્મ ‘ધબકારો’ ની જાહેરાત કરી છે. ગુજરાત દિવસના અવસરે એટલે કે 1 મે, 2026 ના રોજ આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

અભિષેક શાહ દિગ્દર્શન કરશે; દેવેન ભોજાણી અને આરજવ ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં



આ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ મેકર અભિષેક શાહ ડિરેક્ટ કરી રહ્યો છે, તે અગાઉ ‘હેલ્લારો’ અને ‘ઉમ્બારા’ જેવી ફિલ્મો માટે જાણીતો બન્યો હતો. ‘ધબકારો’ માં, દેવેન ભોજાણી અને આરજવ ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની વાર્તા પણ અભિષેક શાહે પોતે લખી હોવાની માહિતી પ્રોડક્શન હાઉસે આપી હતી.


સાંસ્કૃતિક અને પ્રાદેશિક વાર્તાઓ પર ધ્યાન કેન્દ્રિત

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Harfanmaula Films (@harfanmaula_films)


ફિલ્મોમાં સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ વાર્તાઓ રજૂ કરવા માટે અભિષેક શાહ જાણીતું નામ બન્યું છે. તેના ફિલ્મોની વાર્તાઓ જે પ્રેક્ષકો સાથે ઊંડાણપૂર્વક પડઘો પાડે છે. ‘ધબકારો’ દ્વારા, તેણે ફરી એકવાર પ્રાદેશિક અને વ્યાપક પ્રેક્ષકો બન્ને સુધી પહોંચવા માટે તૈયાર કરેલી વાર્તા રજૂ કરી હોવાનું મેકર્સે કહ્યું. આ અવસરે વાત કરતાં મેકર્સે, ‘ધ મૂવિંગ મંચ’ અને ‘હરફનમૌલા ફિલ્મ્સ’એ પ્રેક્ષકો સુધી ‘ધબકારો’ લાવવા અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું હતું કે નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ જેવા મુખ્ય બૅનર સાથે ભાગીદારી કરવાથી તેમના વિઝનને મજબૂત બનાવવામાં આવ્યું છે અને ફિલ્મને મોટા પાયે રજૂ કરવામાં મદદ મળશે. નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટના ટ્રેક રેકોર્ડની વાત કરીએ તો બૉલિવૂડમાં ‘છીછોરે’, ‘હાઈવે’, ‘સુપર 30’ અને ‘તમાશા’ જેવી ફિલ્મોના નિર્માણ પ્રોડક્શન હાઉસ જાણીતું છે. હવે, તેમના બૅનર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં એક નવી સફર શરૂ કરવા માટે તૈયાર છે.

Whatsapp-channel Whatsapp-channel

27 March, 2026 06:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK