IPL 2025 Finals: જો મેચ આજે ૩ જૂન, મંગળવારના રોજ પૂર્ણ ન થાય તો BCCI ના નિયમો શું કહે છે? અમદાવાદમાં આજે વરસાદ પડે તો ટ્રોફી કોણ જીતશે? ચાલો જાણીએ વિગતે
બન્ને ટીમના કૅપ્ટનની ફાઇલ તસવીર
ઇન્ડિયન પ્રીમિયર લીગ - આઇપીએલ (Indian Premier League – IPL) ની હાલ ચાલી રહેલી સિઝન આઇપીએલ ૨૦૨૫ (IPL 2025)નું આજે ગ્રાન્ડ ફિનાલે છે. આજે સાંજે આઇપીએલ ૨૦૨૫ની ફાઇનલ (IPL 2025 Finals) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru) અને પંજાબ કિંગ્સ (Punjab Kings) વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદ (Ahmedabad)ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાશે. બંને ટીમો પાસે પહેલીવાર IPL ટાઇટલ જીતવાની તક છે. ફેન્સને આ સિઝનમાં નવા ચેમ્પિયન મળવાની ખાતરી છે. જોકે, મંગળવારે અમદાવાદમાં વરસાદની શક્યતા હોવાથી ચાહકોની મજા બગડી શકે છે. જો આજે વરસાદ પડે તો શું થાય? કઈ ટીમ જીતે? શું છે નિયમો? ચાલો જાણીએ…
અમદાવાદમાં ચોમાસાનો વરસાદ થઈ ચૂક્યો છે. રવિવારે જ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) વચ્ચેની ટુર્નામેન્ટની ક્વોલિફાયર ૨ (Qualifier 2) મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદને કારણે ભારે પ્રભાવિત થઈ હતી. ટોસ યોગ્ય સમયે એટલે કે ભારતીય સમય મુજબ સાંજે ૭ વાગ્યે થયા પછી, મેચ શરૂ થવામાં ઘણો સમય લાગ્યો કારણ કે સતત ઝરમર વરસાદ રમતની શરૂઆતને અસર કરી રહ્યો હતો. મેચ આખરે રાત્રે ૯:૪૫ વાગ્યે શરૂ થઈ અને રમતના નિર્ધારિત સમય કરતાં ઘણી આગળ ગઈ. મંગળવારે પણ જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે ફાઇનલ મુકાબલો (IPL 2025 Finals) થશે ત્યારે કંઈક આવું જ થવાની અપેક્ષા છે.
ADVERTISEMENT
IPL 2025 Finals મેચ પ્રીવ્યૂ
ઇન્ડિયન પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ નવા ચેમ્પિયનનો તાજ પહેરાવવા માટે તૈયાર થઈ રહી હોવાથી ઉત્સાહ ખૂબ જ છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ કે પંજાબ કિંગ્સમાંથી કોઈએ ક્યારેય IPLનું ટાઇટલ નથી જીત્યું. આ બન્ને ટીમ એવી ત્રણ લેગસી ટીમોમાં સામેલ છે જેમણે ટુર્નામેન્ટ જીતી નથી. મૂળ ટીમો બેંગલુરુ અને પંજાબ સિવાય, ફક્ત દિલ્હી કેપિટલ્સ (Delhi Cpaitals) જ એવી ટીમ છે જેણે ટુર્નામેન્ટ જીતી નથી.
જો વરસાદના કારણે ૩ જૂને IPL ફાઇનલ રદ થાય તો શું?
જો મંગળવારે વરસાદને કારણે મેચ પૂર્ણ ન થાય, તો મેચ માટે એક રિઝર્વ ડે રાખવામાં આવેલ છે. જો સંપૂર્ણ મેચમાં વરસાદ પડે તો મેચ ૪ જૂને રમાશે.
જો IPL ફાઇનલ મેચ ૩ જૂને પૂર્ણ ન થાય તો?
IPL 2025 ફાઇનલની નિર્ધારિત તારીખ ૩ જૂને વરસાદને કારણે મેચ અધૂરી રહી જાય તો રમત માટે બે કલાકનો ગ્રેસ પીરિયડ આપવામાં આવે છે, તેને પૂર્ણ કરવા માટે પૂરતો સમય છે. તેનો અર્થ એ કે આજે માટેનો કટ-ઓફ સમય રાત્રે ૧૧:૫૬ વાગ્યે છે. જો મેચ શરૂ થાય છે, અને પછી સમાપ્ત ન થાય તો તેને થોભાવવામાં આવશે અને બીજા દિવસે ફરી શરૂ કરવામાં આવશે.
હવામાન અને મેચની પરિસ્થિતિઓ વિશે IPL નિયમો
જ્યાં રમત શરૂ થવામાં વિલંબ થાય છે અથવા કોઈપણ કારણોસર રમત સ્થગિત કરવામાં આવે છે, તો નંબર એક દરેક નિયમિત મેચ માટે ૬૦ મિનિટ સુધીનો વધારાનો સમય ઉપલબ્ધ રહેશે; અને નંબર બે કોઈપણ પ્લે-ઓફ મેચ માટે ૧૨૦ મિનિટ સુધીનો વધારાનો સમય ઉપલ્બધ રહેશે.
જો વધારાના સમયનો ઉપયોગ કરવાની જરૂર હોય, તો તે નીચેના ક્રમમાં લેવામાં આવશે… મોડી શરૂઆત અથવા વિક્ષેપના કિસ્સામાં, પહેલી ૬૦ મિનિટ (અથવા પ્લે-ઓફ મેચ માટે ૧૨૦ મિનિટ) વધારાના સમયનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યારબાદ `ટાઇમ આઉટ` માટે ફાળવેલ સમયનો ઉપયોગ કરવાનો રહેશે, અને પછી ઇનિંગ્સમાં ફેરફાર કરાશે, તેના અંતરાલમાં ઘટાડો (જો લાગુ હોય તો) કરાશે.
મુખ્ય મેચ પછી સુપર ઓવર માટે ફેરફારનો સમયગાળો (મહત્તમ ૧૦ મિનિટ) ઉપલબ્ધ કોઈપણ પરવાનગી આપેલ વધારાનો સમય લાગુ કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. પ્લે-ઓફ મેચો માટે, ઉપર ઉલ્લેખિત વધારાના સમય ઉપરાંત, રિઝર્વ દિવસો હોઈ શકે છે (જેના પર અપૂર્ણ પ્લે-ઓફ મેચ પૂર્ણ કરવામાં આવશે).
જો ૩ અને ૪ જૂને મેચ વરસાદને લીધે ધોવાઈ જાય તો
જો બંને દિવસે ભાગ્યે જ વરસાદ પડે. તેમ છતાં જો આવું થાય તો, IPL પોઈન્ટ ટેબલમાં ઉચ્ચ સ્થાન મેળવનાર ટીમ ટ્રોફી જીતશે. આનો અર્થ એ થયો કે બંને દિવસે વરસાદ પડે તો પંજાબ કિંગ્સ ચેમ્પિયન બનશે.


