Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સેન્ચુરીના રેકૉર્ડની બરાબરી થઈ મુંબઈ-હૈદરાબાદની મૅચમાં

સેન્ચુરીના રેકૉર્ડની બરાબરી થઈ મુંબઈ-હૈદરાબાદની મૅચમાં

08 May, 2024 06:57 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સૂર્યકુમાર યાદવની આ બીજી IPL સેન્ચુરી હતી. તેણે મુંબઈ માટે સૌથી વધુ બે સેન્ચુરી ફટકારવાના રોહિત શર્માના રેકૉર્ડની પણ બરાબરી કરી છે. 

સૂર્યકુમાર યાદવની તસવીર

IPL 2024

સૂર્યકુમાર યાદવની તસવીર


આજની મૅચ : સનરાઇઝર્સ હૈદરાબાદ v/s લખનઉ સુપર જાયન્ટ્સ, સાંજે ૭.૩૦ વાગ્યે,  હૈદરાબાદ
આવતી કાલની મૅચ : પંજાબ કિંગ્સ v/s રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ, સાંજે ૭.૩૦ વાગ્યે,  ધરમશાલા

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની પંચાવનમી મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને ૭ વિકેટે હરાવીને મુંબઈ ઇન્ડિયન્સે પ્લેઑફના સમીકરણને રસપ્રદ બનાવ્યું હતું. હૈદરાબાદે ટ્રૅવિસ હેડની ૪૮ રન અને પૅટ કમિન્સની ૩૫ રનની ઇનિંગ્સની મદદથી ૮ વિકેટે ૧૭૩ રન કર્યા હતા. રન ચેઝ કરવા ઊતરેલી પૉઇન્ટ્સ-ટેબલ પરની તળિયાની ટીમ મુંબઈએ ૧૭.૨ ઓવરમાં ૩ વિકેટે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ૨૦૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને મુંબઈના સૂર્યકુમાર યાદવે ૧૨ ચોગ્ગા અને ૬ છગ્ગાની મદદથી ૫૧ બૉલમાં ૧૦૨ રન કર્યા હતા. IPL 2024ની આ ૧૨મી સેન્ચુરી હતી. આ સાથે જ આ સીઝને ૨૦૨૩ની સીઝનના રેકૉર્ડની બરાબરી કરી છે. વધુ સેન્ચુરી થશે તો આ સીઝનમાં  IPL ઇતિહાસની સૌથી વધુ સેન્ચુરીવાળી સીઝન બની રહેશે. સૂર્યકુમાર યાદવની આ બીજી IPL સેન્ચુરી હતી. તેણે મુંબઈ માટે સૌથી વધુ બે સેન્ચુરી ફટકારવાના રોહિત શર્માના રેકૉર્ડની પણ બરાબરી કરી છે. 

એક IPL સીઝનમાં સૌથી વધુ સેન્ચુરી

સીઝન

સેન્ચુરી

૨૦૨૪

૧૨

૨૦૨૩

૧૨

૨૦૨૨

૦૮

૨૦૧૬

૦૭


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK