Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 ક્રિકેટના ઇતિહાસની સૌથી મોટી રનચેઝ જોવા મળી શુક્રવારે

T20 ક્રિકેટના ઇતિહાસની સૌથી મોટી રનચેઝ જોવા મળી શુક્રવારે

28 April, 2024 08:08 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પંજાબ-કલકત્તાના ખેલાડીઓએ ૭૯ ફોર-સિક્સરથી બનાવ્યા ૪૦૦ રન : IPL 2024માં ત્રીજી વાર એક મૅચમાં બન્યા ૫૦૦ પ્લસ રન

જૉની બેરસ્ટો

જૉની બેરસ્ટો


ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના અત્યાર સુધીના ઇતિહાસમાં જે ઘટનાઓ નથી બની એ IPLની ૧૭મી સીઝનમાં બની રહી છે. ઈડન ગાર્ડન્સમાં રમાયેલી સીઝનની ૪૨મી મૅચમાં ફિલ સૉલ્ટના ૭૫ રન અને સુનીલ નારાયણના ૭૧ રનની ઇનિંગ્સની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે ૬ વિકેટ ગુમાવીને ૨૬૧ રન ફટકાર્યા હતા, જેની સામે જૉની બેરસ્ટૉની ૧૦૮ નૉટઆઉટ અને શંશાક સિંહની ૬૮ નૉટઆઉટની ઇનિંગ્સની મદદથી પંજાબ કિંગ્સે બે વિકેટના નુકસાન સાથે ૧૮.૪  ઓવરમાં ૨૬૨ રન બનાવીને IPLની સાથે T20 ક્રિકેટમાં સૌથી મોટા ટાર્ગેટ-ચેઝનો રેકૉર્ડ બનાવ્યો હતો. આ પહેલાં T20 ક્રિકેટમાં સૌથી મોટા રનચેઝનો રેકૉર્ડ સાઉથ આફ્રિકાના નામે હતો, જે એણે ગયા વર્ષે ૨૦૨૩માં વેસ્ટ ઇન્ડીઝ સામે બનાવ્યો હતો. સાઉથ આફ્રિકાએ ૨૫૯ રનના ટાર્ગેટનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો. IPLમાં સૌથી મોટા સફળ રનચેઝનો રેકૉર્ડ રાજસ્થાન રૉયલ્સના નામે હતો, જેણે ૨૦૨૦માં પંજાબ સામે અને ૨૦૨૪માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ૨૨૪  રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

શુક્રવારની મૅચમાં ૪૨ સિક્સર અને ૩૭ ચોગ્ગાની મદદથી કુલ ૪૦૦ રન બન્યા હતા. IPLમાં ત્રીજી વાર અને T20માં ૨૦૨૧ બાદ સાતમી વાર એક મૅચમાં ૫૦૦  પ્લસ રન બન્યા હતા. એક ઇનિંગ્સમાં ૨૪ સિક્સર ફટકારીને પંજાબ કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદના બાવીસ સિક્સરના રેકૉર્ડને તોડ્યો હતો.



૩૪ વર્ષના ઇંગ્લિશ બૅટર જૉની બેરસ્ટોએ પાંચ વર્ષ બાદ IPLમાં બીજી સેન્ચુરી નોંધાવી હતી. ૯  સિક્સર અને ૮ ચોગ્ગાની મદદથી ૪૮ બૉલમાં ૧૦૮ રનની ઇનિંગ્સ રમીને જૉની બેરસ્ટો પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. 


T20 ક્રિકેટમાં સૌથી મોટી સફળ રનચેઝ

સ્કોર

મૅચ

વર્ષ

૨૬૨

પંજાબ કિંગ્સ વર્સસ કોલકાતા નાઇટ રાઇડર્સ

૨૦૨૪

૨૫૯

સાઉથ આફ્રિકા વર્સસ વેસ્ટ ઇન્ડીઝ

૨૦૨૩

૨૫૩

મિડલસેક્સ વર્સસ સરે

૨૦૨૩

૨૪૪

ઑસ્ટ્રેલિયા વર્સસ ન્યુ ઝીલૅન્ડ

૨૦૧૮

૨૪૩

બલ્ગેરિયા વર્સસ સર્બિયા

૨૦૨૨

 


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 08:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK