અંતે આ ભાઈને ૧૧.૭ લાખ રૂપિયાનાં ઇઅર-રિંગ્સ ૧૧૭૦ રૂપિયામાં ડિલિવર થયાં હતાં.
અજબગજબ
જવેલેરી
હાઈ-એન્ડ જ્વેલરી બનાવતી ફ્રેન્ચ કંપની કાર્ટિયરની વેબસાઇટના પ્રાૅબ્લેમ લાભ ઉઠાવીને એક વ્યક્તિએ લાખોની જ્વેલરી માત્ર ૧૧૭૦ રૂપિયામાં ખરીદી લીધી હતી. કાર્ટિયર વેબસાઇટ પર ઇઅર-રિંગની કિંમત ૨,૩૭,૦૦૦ પેસોસને બદલે ભૂલથી ૨૩૭ પેસોસ લખવામાં આવી હતી, જેથી ડૉલરમાં કન્વર્ટ કરવામાં ખોટી ગણતરી થઈ હતી. મેક્સિકોના એક માણસે આ તકનો લાભ લઈને એકને બદલે બે જોડી ઇઅર-રિંગ્સનો ઑર્ડર આપ્યો હતો. કંપનીને ગ્લિચ વિશે જાણ થતાં તેણે કસ્ટમરને ઇઅર-રિંગ્સને બદલે આશ્વાસન ઇનામ આપવાની ઑફર કરી, પણ મેક્સિકોના અધિકારીઓએ કહ્યું કે કંપનીએ પોતાની વેબસાઇટ પર જાહેર કરેલી કિંમત મુજબ જ કસ્ટમરને ઇઅર-રિંગ્સ આપવાં જોઈશે. અંતે આ ભાઈને ૧૧.૭ લાખ રૂપિયાનાં ઇઅર-રિંગ્સ ૧૧૭૦ રૂપિયામાં ડિલિવર થયાં હતાં.