Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કર્ણાટક હાઈ કોર્ટે કહ્યું : પેપર સ્પ્રે એક જોખમી હથિયાર છે, પ્રાઇવેટ ડિફેન્સમાં એનો ઉપયોગ ન કરી શકાય

કર્ણાટક હાઈ કોર્ટે કહ્યું : પેપર સ્પ્રે એક જોખમી હથિયાર છે, પ્રાઇવેટ ડિફેન્સમાં એનો ઉપયોગ ન કરી શકાય

Published : 11 May, 2024 01:58 PM | IST | Karnataka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોર્ટે એક પ્રાઇવેટ કંપનીના માલિક અને તેમનાં પત્ની સામેનો ક્રિમિનલ કેસ રદ કરવાનો ઇનકાર કર્યો હતો

કાળાં મરીનો સ્પ્રે

લાઇફમસાલા

કાળાં મરીનો સ્પ્રે


પેપર સ્પ્રે એટલે કે કાળાં મરીનો સ્પ્રે એક જોખમી હથિયાર છે અને એનો ઉપયોગ પ્રાઇવેટ ડિફેન્સમાં ન થઈ શકે એવું કર્ણાટકની હાઈ કોર્ટે જણાવ્યું છે. કોર્ટે એક પ્રાઇવેટ કંપનીના માલિક અને તેમનાં પત્ની સામેનો ક્રિમિનલ કેસ રદ કરવાનો ઇનકાર કર્યો હતો. આ કપલે જણાવ્યું હતું કે તેમણે સેલ્ફ-ડિફેન્સમાં સિક્યૉરિટી ગાર્ડ પર પેપર સ્પ્રે વડે હુમલો કર્યો હતો. આ ઘટના બૅન્ગલોરમાં બની હતી જ્યાં એક શોરૂમના સિક્યૉરિટી ગાર્ડ સાથે ઝઘડો થતાં મહિલાએ પેપર સ્પ્રેનો ઉપયોગ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે જો જીવને જોખમ ન હોય તો પેપર સ્પ્રેનો ઉપયોગ ન કરવો જોઈએ. હાઈ કોર્ટે અમેરિકાનો હવાલો આપ્યો હતો જ્યાં આવાં કેમિકલ હથિયારને હાનિકારક માનવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2024 01:58 PM IST | Karnataka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK