Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દિલ્હી અને મુંબઈએ IPLના ઇતિહાસનો પોતપોતાનો હાઇએસ્ટ સ્કોર કર્યો

દિલ્હી અને મુંબઈએ IPLના ઇતિહાસનો પોતપોતાનો હાઇએસ્ટ સ્કોર કર્યો

28 April, 2024 10:22 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPL 2024માં ચોથી વાર એક મૅચમાં બન્યા પાંચસો પ્લસ રન : ૨૭ બૉલમાં ૮૪ રન ફટકારનાર જેક ફ્રેઝર-મૅક‍‍્ગર્ક બન્યો પ્લેયર ઑફ ધ મૅચ

રસીખ સલામ

રસીખ સલામ


ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનમાં અશક્ય લાગતી ઘટનાઓ બની રહી છે. એક સમયે પૉઇન્ટ્સ-ટેબલમાં તળિયાની ટીમ રહેલી દિલ્હી કૅપિટલ્સ એક પછી એક મૅચ જીતીને અન્ય ટીમોના પ્લેઑફનાં સમીકરણ બગાડી રહી છે. ગઈ કાલે મુંબઈ ઇન્ડિયન્સ સામે ૪ વિકેટ ગુમાવીને દિલ્હીની ટીમે ૨૫૭ રન ફટકાર્યા હતા. એની સામે પાંચ વખતની ચૅમ્પિયન ટીમ મુંબઈએ અંતિમ ઓવર સુધી લડત આપીને ૯ વિકેટે ૨૪૭ રન બનાવ્યા હતા.

દિલ્હીમાં રમાયેલી મૅચમાં ૧૦ રનથી રોમાંચક જીત મેળવનાર દિલ્હીની ટીમે ૧૦ પૉઇન્ટ સાથે પૉઇન્ટ્સ-ટેબલમાં ટૉપ પાંચ ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. ૬ પૉઇન્ટ સાથે નવમા સ્થાને રહેલી મુંબઈની ટીમને પ્લેઑફની રેસમાં બની રહેવા આગામી પાંચેય મૅચ જીતવી જરૂરી બની રહેશે.



દિલ્હી કૅપિટલ્સ (૨૫૭ રન) અને મુંબઈ ઇન્ડિયન્સ (૨૪૭ રન)એ IPL ઇતિહાસનો પોતાનો હાઇએસ્ટ સ્કોર બનાવ્યો હતો. IPL 2024માં આઠમી વાર એક ઇનિંગ્સમાં ૨૫૦ પ્લસ રન બન્યા, જ્યારે ચોથી વાર એક મૅચમાં ૫૦૦ પ્લસ રન બન્યા હતા.


પ્રથમ IPL સીઝન રમી રહેલા ઑસ્ટ્રેલિયાના બૅટર જેક ફ્રેઝર મૅક્‍ગર્કે ૧૫ બૉલમાં ફિફ્ટી ફટકારીને આન્દ્રે રસેલ અને સુનીલ નારાયણની બરાબરી કરી હતી. બાવીસ વર્ષનો જેક ફ્રેઝર મૅક્‍ગર્ક T20 ક્રિકેટમાં ૧૫ બૉલમાં બે વાર ફિફ્ટી ફટકારનાર ત્રીજો બૅટર બન્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પણ તેણે ૧૫ બૉલમાં ફિફ્ટી ફટકારી હતી. વર્તમાન સીઝનમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો રેકૉર્ડ તેના નામે જ છે. અભિષેક શર્મા (૧૬ બૉલ), ટ્રૅવિસ હેડ (૧૬ બૉલ) અને સૂર્યકુમાર યાદવ (૧૭  બૉલ) પણ આ લિસ્ટમાં સામેલ છે.

પ્લેયર ઑફ ધ મૅચ બનેલા જેક ફ્રેઝર મૅક્‍ગર્કે ૬ સિક્સર અને ૧૧ ચોગ્ગાની મદદથી ૨૭  બૉલમાં ૮૪ રન ફટકાર્યા હતા. તેણે કુલ ૭૮ રન પાવરપ્લેમાં ફટકાર્યા હતા. તેણે લ્યુક વુડની પ્રથમ ઓવરમાં જ ૧૯ રન ફટકારીને વીરેન્દર સેહવાગની યાદ અપાવી હતી. સેહવાગે ૨૦૦૮માં મુંબઈ સામે જ પ્રથમ ઓવરમાં ૧૯ રન ફટકાર્યા હતા.


૧ વિકેટ લઈને ૬૮ રન આપનાર લ્યુક વુડ આ મૅચનો સૌથી ખર્ચાળ બોલર બન્યો હતો. બૅન્ગલોરના રીસ ટોપલીના ૬૮ રનના રેકૉર્ડની બરાબરી કરીને IPL ઇતિહાસમાં એક મૅચમાં સૌથી વધુ રન આપનાર બોલરના લિસ્ટમાં તેણે ત્રીજા ક્રમનું સ્થાન મેળવ્યું હતું. આ લિસ્ટમાં ગુજરાતનો મોહિત શર્મા ૭૩ રન સાથે પ્રથમ ક્રમે છે, જેણે દિલ્હી સામે એક પણ વિકેટ લીધા વગર ૭૩ રન આપ્યા હતા. 

Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK