૩૧ માર્ચની સૌથી પહેલી મૅચ અને ૨૮ મેની ફાઇનલ અમદાવાદમાં : ગુજરાત ટાઇટન્સની ૭ લીગ મૅચ પણ અમદાવાદમાં
IPL 2023
પ્રતીકાત્મક તસવીર
૨૦૨૨ની ૨૯ મેએ હાર્દિક પંડ્યાના સુકાનમાં એ વર્ષની નવી ટીમ ગુજરાત ટાઇટન્સે અમદાવાદની ફાઇનલમાં સંજુ સૅમસનની રાજસ્થાન રૉયલ્સની ટીમને ૧૧ બૉલ બાકી રાખીને ૭ વિકેટના માર્જિનથી હરાવીને ટાઇટલ જીતી લીધું એની અમદાવાદીઓની ઉજવણી હજી સુધી ચાલી રહી છે, એવું કહીએ તો ખોટું નથી, કારણ કે આ વખતની (૨૦૨૩ની) આઇપીએલમાં ક્રિકેટજગતનું સૌથી મોટું અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જ કેન્દ્રસ્થાને રહેવાનું છે.
આગામી ૨૬ માર્ચે બ્રેબર્ન સ્ટેડિયમમાં સૌપ્રથમ વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)ની ફાઇનલ રમાયા બાદ પાંચ જ દિવસ પછી (૩૧ માર્ચે) મેન્સ આઇપીએલ શરૂ થશે અને એ દિવસે સાંજે ૭.૩૦ વાગ્યાથી પહેલી મૅચ અમદાવાદમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. ગુજરાત ટાઇટન્સની તમામ ૭ હોમ મૅચ પણ અમદાવાદમાં રમાશે, પ્લે-ઑફ મૅચોનાં સ્થળ હજી જાહેર નથી કરાયાં, પરંતુ ૨૮ મેની ફાઇનલ પણ અમદાવાદમાં જ રમાશે.
ADVERTISEMENT
આઇપીએલનાં ટાઇમિંગ, ફૉર્મેટ
મેન્સ આઇપીએલ માટે બપોરે ૩.૩૦નો અને સાંજે ૭.૩૦ વાગ્યાનો સમય નક્કી કરાયો છે. ૧૦ ટીમ હોમ ઍન્ડ અવે મૅચ રમશે. પાંચ-પાંચ ટીમને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપની પ્રત્યેક ટીમ સામા ગ્રુપની પાંચ ટીમ સામે બે-બે મૅચ અને પોતાના ગ્રુપની ચાર ટીમ સામે એક-એક મૅચ રમશે. એ રીતે, દરેક ટીમ ૧૪ લીગ મૅચ રમશે. શનિવાર-રવિવારની બે-બે મૅચવાળા કુલ ૧૮ ડબલ હેડર જોવા મળશે. આ ટુર્નામેન્ટની મૅચો અમદાવાદ, મુંબઈ, ચેન્નઈ, બૅન્ગલોર, હૈદરાબાદ, કલકત્તા, લખનઉ, દિલ્હી, જયપુર, મોહાલી, ગુવાહાટી અને ધરમશાલામાં રમાશે.
1000
૬ મેની મુંબઈ-ચેન્નઈ મૅચ આઇપીએલની આટલામી મૅચ બનશે. એ મૅચ ચેન્નઈમાં રમાશે.
70
આઇપીએલના લીગ તબક્કામાં કુલ આટલી મૅચ બાવન દિવસ દરમ્યાન રમાશે.
મેન્સ આઇપીએલ-૨૦૨૩નાં બે ગ્રુપમાં કોણ?
ગ્રુપ ‘એ’
મુંબઈ ઇન્ડિયન્સ, કલકત્તા નાઇટ રાઇડર્સ, રાજસ્થાન રૉયલ્સ, દિલ્હી કૅપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ
ગ્રુપ ‘બી’
ચેન્નઈ સુપર કિંગ્સ, રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર, ગુજરાત જાયન્ટ્સ, પંજાબ કિંગ્સ, હૈદરાબાદ
મુંબઈ અને અમદાવાદમાં લીગ મૅચ ક્યારે?
વાનખેડે સ્ટેડિયમ (મુંબઈ) :
(૧) શનિવાર, ૮ એપ્રિલ, મુંબઈ વિ. ચેન્નઈ, સાંજે ૭.૩૦; (૨) રવિવાર, ૧૬ એપ્રિલ, મુંબઈ વિ. કલકત્તા, બપોરે ૩.૩૦; (૩) શનિવાર, ૨૨ એપ્રિલ, મુંબઈ વિ. પંજાબ, સાંજે ૭.૩૦; (૪) રવિવાર, ૩૦ એપ્રિલ, મુંબઈ વિ. રાજસ્થાન, સાંજે ૭.૩૦; (૫) મંગળવાર, ૯ મે, મુંબઈ વિ. બૅન્ગલોર, સાંજે ૭.૩૦; (૬) શુક્રવાર, ૧૨ મે, મુંબઈ વિ. ગુજરાત, સાંજે ૭.૩૦ અને (૭) રવિવાર, ૨૧ મે, મુંબઈ વિ. હૈદરાબાદ.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (અમદાવાદ) :
(૧) શુક્રવાર, ૩૧ માર્ચ, ગુજરાત વિ. ચેન્નઈ, સાંજે ૭.૩૦; (૨) રવિવાર, ૯ એપ્રિલ, ગુજરાત વિ. કલકત્તા, બપોરે ૩.૩૦; (૩) રવિવાર, ૧૬ એપ્રિલ, ગુજરાત વિ. રાજસ્થાન, સાંજે ૭.૩૦; (૪) મંગળવાર, ૨૫ એપ્રિલ, ગુજરાત વિ. મુંબઈ, સાંજે ૭.૩૦; (૫) મંગળવાર, ૨ મે, ગુજરાત વિ. દિલ્હી; (૬) રવિવાર, ૭ મે, ગુજરાત વિ. લખનઉ, બપોરે ૩.૩૦ અને (૭) સોમવાર, ૧૫ મે, ગુજરાત વિ. હૈદરાબાદ.