Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગાંગુલીનું આઇપીએલમાં ‘પુનરાગમન’: દિલ્હી કૅપિટલ્સના ડિરેક્ટર બન્યા

ગાંગુલીનું આઇપીએલમાં ‘પુનરાગમન’: દિલ્હી કૅપિટલ્સના ડિરેક્ટર બન્યા

04 January, 2023 11:45 AM IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન ગાંગુલીએ ઑક્ટોબરમાં બીસીસીઆઇના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું હતું.

કલકત્તામાં ગઈ કાલે પદ્‍મશ્રી પુરસ્કાર-વિજેતા સિંગર ઉષા ઉત્થુપ સાથે સૌરવ ગાંગુલી. આ સમારંભમાં ઉષા ઉત્થુપના ‘આફ્રિકા આફ્રિકા’ સૉન્ગનો મ્યુઝિક-વિડિયો લૉન્ચ થયો હતો. તસવીર પી.ટી.આઇ.

IPL 2023

કલકત્તામાં ગઈ કાલે પદ્‍મશ્રી પુરસ્કાર-વિજેતા સિંગર ઉષા ઉત્થુપ સાથે સૌરવ ગાંગુલી. આ સમારંભમાં ઉષા ઉત્થુપના ‘આફ્રિકા આફ્રિકા’ સૉન્ગનો મ્યુઝિક-વિડિયો લૉન્ચ થયો હતો. તસવીર પી.ટી.આઇ.


બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલી આઇપીએલમાં કમબૅક કરી રહ્યા છે. વિશ્વની આ સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગમાં ખેલાડી તરીકેની કરીઅર બાદ તેઓ દિલ્હી કૅપિટલ્સના મેન્ટર હતા અને હવે તેમણે જીએમઆર તથા જેએસડબ્લ્યુ ગ્રુપની માલિકીના આ ફ્રૅન્ચાઇઝીમાં ડિરેક્ટર ઑફ ક્રિકેટનો હોદ્દો સ્વીકાર્યો છે. 


ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન ગાંગુલીએ ઑક્ટોબરમાં બીસીસીઆઇના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું હતું. તેઓ દિલ્હી કૅપિટલ્સ ઉપરાંત દુબઈમાં આઇએલટી૨૦ ટુર્નામેન્ટમાં દુબઈ કૅપિટલ્સ તેમ જ સાઉથ આફ્રિકાની લીગમાં પ્રિટોરિયા કૅપિટલ્સને લગતી જવાબદારી પણ સંભાળશે.



અહીં ઉલ્લેખનીય છે કે ગૌતમ ગંભીર લખનઉ સુપર જાયન્ટ્સ ઉપરાંત ડર્બન સુપર જાયન્ટ્સને લગતી તથા માહેલા જયવર્દને મુંબઈ ઇન્ડિયન્સ ઉપરાંત એમઆઇ એમિરેટ્સ અને એમઆઇ કેપ ટાઉનને લગતી જવાબદારી પણ સંભાળવાના છે.


જીવનમાં ક્યારેક વિપરીત બનતું હોય છે, પણ એ ભૂલીને અને એ સ્થિતિમાંથી બહાર આવીને આગળ વધવું પડતું હોય છે. આશા રાખું છું કે રિષભ પંત જલદી સાજો થઈ જાય અને પાછો અગાઉની જેમ રમતો થઈ જાય. : - સૌરવ ગાંગુલી


Whatsapp-channel Whatsapp-channel

04 January, 2023 11:45 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK