લખનઉ વતી બિશ્નોઈએે સૌથી વધુ બે વિકેટ લીધી હતી

ફાઇલ તસવીર
બ્રેબર્નમાં ગઈ કાલે લખનઉ સુપર જાયન્ટ્સ સામે રાજસ્થાન રૉયલ્સની ટીમ નંબર વન બૅટર જૉસ બટલરની માત્ર બે રનમાં વિકેટ ગુમાવી દીધા પછી પણ ૧૭૮/૬નો પડકારરૂપ સ્કોર નોંધાવવામાં સફળ રહી હતી. એનું કારણ એ હતું કે લખનઉના આઠ બોલરના આક્રમણ સામે રાજસ્થાનના બૅટર્સ યશસ્વી જૈસવાલ (૪૧ રન), સૅમસન (૩૨), પડિક્કલ (૩૯), પરાગ (૧૯), નીશામ (૧૪) આર. અશ્વિન (અણનમ ૧૦), ટ્રેન્ટ બોલ્ટ (અણનમ ૧૭) નાનાં-મોટાં યોગદાન સાથે સફળ રહ્યા હતા. લખનઉ વતી બિશ્નોઈએે સૌથી વધુ બે વિકેટ લીધી હતી. ટીમના અન્ય ૭ બોલર્સમાંથી માત્ર બદોની, અવેશ, હોલ્ડરને એક-એક વિકેટ મળી હતી.