ર્નામેન્ટના સૌથી મોંઘા પ્લેયર્સના લિસ્ટમાં તેની ઉપર માત્ર બે પ્લેયર્સ છે. માઝી મુંબઈએ ઑલરાઉન્ડર અભિષેક દાલહોરને ૩૪.૬૫ લાખ રૂપિયામાં રીટેન કરીને ટુર્નામેન્ટનો સૌથી મોંઘો પ્લેયર બનાવ્યો છે.
ઑક્શનમાં સચિન તેન્ડુલકર, કરીના કપૂર અને સૈફ અલી ખાને પણ હાજરી આપી હતી
રવિવારે મુંબઈમાં ભારતની પ્રીમિયર ટેનિસ-બૉલ T10 ક્રિકેટ ટુર્નામેન્ટ ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)ની ચોથી સીઝન માટે પ્લેયર્સ ઑક્શનનું આયોજન થયું હતું. ૮ ટીમોએ પોતાની સ્ક્વૉડમાં ૧૪૪ પ્લેયર્સને સામેલ કરવા ટોટલ ૧૦.૪૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
ઑલરાઉન્ડર સરોજ પ્રમાણિકને અમદાવાદ લાયન્સે ૮.૫૫ લાખ રૂપિયામાં ખરીદીને વર્તમાન ઑક્શનનો સૌથી મોંઘો પ્લેયર બનાવ્યો હતો. ટુર્નામેન્ટના સૌથી મોંઘા પ્લેયર્સના લિસ્ટમાં તેની ઉપર માત્ર બે પ્લેયર્સ છે. માઝી મુંબઈએ ઑલરાઉન્ડર અભિષેક દાલહોરને ૩૪.૬૫ લાખ રૂપિયામાં રીટેન કરીને ટુર્નામેન્ટનો સૌથી મોંઘો પ્લેયર બનાવ્યો છે. કોલકાતા ટાઇગર્સે બૅટર સૈફ અલીને ૩૦.૭૫ લાખ રૂપિયામાં રીટેન કર્યો છે.
