Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ફ્યુઅલ અને પાવરના ભાવમાં ઉછાળાને કારણે ઑક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને ૧૨.૨૯ ટકા જઈ પહોંચ્યો

ફ્યુઅલ અને પાવરના ભાવમાં ઉછાળાને કારણે ઑક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને ૧૨.૨૯ ટકા જઈ પહોંચ્યો

Published : 17 November, 2026 07:57 AM | Modified : 17 November, 2026 07:59 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ઑક્ટોબર સુધીનો એકંદર જથ્થાબંધ મોંઘવારી દર ૧૦.૧૪ ટકા નોંધાયો છે, જે ગયા નાણાકીય વર્ષના આ જ સમયગાળામાં માઇનસ ૦.૩૦ ટકા હતો.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે સોમવારે જાહેર કરેલા આંકડા મુજબ, ફ્યુઅલ અને પાવરના ભાવમાં મોટા ઉછાળાને કારણે ઑક્ટોબરમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) આધારિત મોંઘવારી દર વધીને ૧૨.૨૯ ટકા નોંધાયો હતો. અગાઉ સપ્ટેમ્બરમાં આ દર ૧૧.૩૯ ટકા હતો.
ફ્યુઅલ અને પાવર ગ્રુપનો મોંઘવારી દર સપ્ટેમ્બરના ૨૫.૮૫ ટકાથી વધીને ઑક્ટોબરમાં ૩૨.૮૪ ટકા થઈ ગયો હતો. એ જ રીતે પ્રાઇમરી આર્ટિકલ્સનો મોંઘવારી દર પણ ૮.૬૭ ટકાથી વધીને ૯.૨૪ ટકા નોંધાયો છે. જોકે મૅન્યુફૅક્ચર્ડ પ્રોડક્ટ્સનો મોંઘવારી દર ૯.૭૬ ટકાથી સાધારણ ઘટીને ૯.૫૪ ટકા નોંધાયો હતો.
મંત્રાલયના રિપોર્ટ મુજબ ખનિજ તેલ, ક્રૂડ પેટ્રોલિયમ, નૅચરલ ગૅસ, વીજળી, ખાદ્યપદાર્થો, બેઝિક મેટલ્સ અને કેમિકલ્સના ભાવ વધવાને કારણે જથ્થાબંધ મોંઘવારી દરમાં આ મોટો ઉછાળો જોવા મળ્યો હતો. ફ્યુઅલ અને પાવર ગ્રુપમાં ક્રૂડ પેટ્રોલિયમ અને નૅચરલ ગૅસનો મોંઘવારી દર ૫૭.૩૨ ટકાથી સીધો ૭૦.૮૦ ટકા પર પહોંચી ગયો હતો. એ ઉપરાંત ખનિજ તેલનો મોંઘવારી દર ૪૦.૦૨ ટકાથી વધીને ૪૫.૫૭ ટકા નોંધાયો હતો. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ઑક્ટોબર સુધીનો એકંદર જથ્થાબંધ મોંઘવારી દર ૧૦.૧૪ ટકા નોંધાયો છે, જે ગયા નાણાકીય વર્ષના આ જ સમયગાળામાં માઇનસ ૦.૩૦ ટકા હતો.


Whatsapp-channel Whatsapp-channel

17 November, 2026 07:59 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK