પંડ્યા ભાઈઓની અનોખી રાખડીથી લઈને સિરાજના ખાસ બંધન સુધી, ક્રિકેટરોએ ચાહકો સાથે હૃદયસ્પર્શી રક્ષાબંધનની ઉજવણી શેર કરી.
ભારતીય ક્રિકેટર્સે પણ ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરી હતી
ગઈ કાલે ભારતીય ક્રિકેટર્સે પણ ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરી હતી. રિષભ પંત, આકાશ દીપ, રિન્કુ સિંહ, શ્રેયસ ઐયર અને દીપક ચાહર સહિતના ક્રિકેટર્સે આ તહેવારના પોતાની બહેન સાથેના ક્યુટ ફોટો શૅર કર્યા હતા.
ઑલરાઉન્ડર્સ હાર્દિક અને કૃણાલ પંડ્યાએ તો રક્ષાના કાયમી બંધનના પ્રતીક તરીકે એકબીજાને રાખડી બાંધીને ફોટો શૅર કર્યો હતો. તેમના દીકરાઓએ પણ આવી અનોખી રીતે રક્ષાબંધન ઊજવી હતી.
ADVERTISEMENT
ભૂતપૂર્વ ક્રિકેટર અને કોચ સંજય બાંગરનાં સંતાનોની રક્ષાબંધન ભારે ચર્ચામાં રહી હતી, કારણ કે છોકરામાંથી છોકરી બનેલી અનાયા બાંગરે પહેલી વાર પોતાના ભાઈ અથર્વને બહેન તરીકે રાખડી બાંધી હતી.
આશા ભોસલેની પૌત્રી જનાઈ ભોસલેએ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને રાખડી બાંધી હતી.


