૪૦થી ૬૦ લાખ રૂપિયાની કિંમત ધરાવતી કાર ખરીદ્યા બાદ તેણે સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘સ્વપ્ન સાકાર થયું, ચાવી મળી, સૌથી મહત્ત્વપૂર્ણ લોકો સાથે.’
આકાશ દીપે નવી કાર ખરીદી
ભારતીય ફાસ્ટ બોલર આકાશ દીપે ઇંગ્લૅન્ડ ટૂર પરથી વાપસી કરીને એક જ અઠવાડિયામાં નવી કાર ખરીદી લીધી છે. તેણે નવી બ્લૅક ટૉયોટા ફૉર્ચ્યુનર કાર ખરીદી હતી અને એ સમયે કાર-શોરૂમમાં તેની ત્રણ બહેનો સહિત ફૅમિલીના મોટા ભાગના સભ્યો હાજર રહ્યા હતા. ૪૦થી ૬૦ લાખ રૂપિયાની કિંમત ધરાવતી કાર ખરીદ્યા બાદ તેણે સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘સ્વપ્ન સાકાર થયું, ચાવી મળી, સૌથી મહત્ત્વપૂર્ણ લોકો સાથે.’


