ચેન્નઈમાં રવિવારે વરસાદને કારણે ભારત અને સાઉથ આફ્રિકાની વિમેન્સ ટીમની બીજી T20 રદ થઈ હતી
ફાઇલ તસવીર
ચેન્નઈમાં રવિવારે વરસાદને કારણે ભારત અને સાઉથ આફ્રિકાની વિમેન્સ ટીમની બીજી T20 રદ થઈ હતી જેને કારણે ભારતની સાઉથ આફ્રિકા સામે ત્રીજી સિરીઝ જીતવાના ઇરાદા પર પાણી ફરી વળ્યું હતું. સાઉથ આફ્રિકાએ ૬ વિકેટ ગુમાવીને ૧૭૭ રન ફટકાર્યા, પણ વરસાદને કારણે ભારતીય ટીમની ઇનિંગ્સ શરૂ જ ન થઈ શકી. આજે ત્રીજી T20માં વરસાદની શક્યતા વચ્ચે ભારતીય ટીમ સિરીઝ ડ્રૉ કરવાની ઇચ્છા રાખશે, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ આ ટૂરમાં ૨-૦થી T20 સિરીઝ જીતીને એક ટ્રોફી સ્વદેશ લઈ જવાનો ટાર્ગેટ રાખશે. સાઉથ આફ્રિકાની ટીમ વન-ડે અને ટેસ્ટસિરીઝ હારી ચૂકી હતી, પણ T20 સિરીઝમાં તેમણે શાનદાર કમબૅક કર્યું હતું.
કૅરિબિયન વિમેન્સ પ્રીમિયર લીગમાં ધમાલ મચાવશે જેમિમા-શિખા
ADVERTISEMENT
૨૦૨૨ની ચૅમ્પિયન ટીમ ટ્રિનબૅગો નાઇટ રાઇડર્સે ભારતની સ્ટાર ખેલાડીઓ જેમિમા રૉડ્રિગ્સ અને શિખા પાંડેને વિમેન્સ કૅરિબિયન પ્રીમિયર લીગ (WCPL)ની આગામી સીઝન માટે ઇન્ટરનૅશનલ ખેલાડી તરીકે કરારબદ્ધ કરી છે. આ વર્ષે WCPL ૨૧થી ૨૯ ઑગસ્ટ દરમ્યાન રમાશે.

