ઑસ્ટ્રેલિયા સામે આગામી ૧૫ ફેબ્રુઆરીથી ૯ માર્ચ વચ્ચે ત્રણેય ફોર્મેટમાં સિરીઝ રમાશે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026માં સામસામે ટકરાયેલી ભારતીય મહિલા ક્રિકેટર્સ હવે ઑસ્ટ્રેલિયા ટૂર પર ટીમ ઇન્ડિયા માટે ફરી એકસાથે રમતી જોવા મળશે. ઑસ્ટ્રેલિયા સામે આગામી ૧૫ ફેબ્રુઆરીથી ૯ માર્ચ વચ્ચે ૩-૩ T20, વન-ડે અને એક ટેસ્ટ-મૅચની મલ્ટિ-ફૉર્મેટની સિરીઝ માટે મોટા ભાગના પ્લેયર્સ ઑસ્ટ્રેલિયા પહોંચી ચૂક્યા છે. સિડનીના ઑપેરા હાઉસ પાસે ગઈ કાલે શ્રેયન્કા પાટીલ, અરુંધતી રેડ્ડી, જેમિમા રૉડ્રિગ્સ અને સ્મૃતિ માન્ધનાએ ગ્રુપ-ફોટો શૅર કર્યો હતો.


