Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મેં અક્ષય ખન્ના સાથે ફ્લર્ટ કરવાનો બહુ પ્રયાસ કર્યો પણ તેણે મારા પર ધ્યાન જ ન આપ્યું

મેં અક્ષય ખન્ના સાથે ફ્લર્ટ કરવાનો બહુ પ્રયાસ કર્યો પણ તેણે મારા પર ધ્યાન જ ન આપ્યું

Published : 09 February, 2026 01:44 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કંગના રનૌતે કૉફી વિથ કરણમાં ફિલ્મ નો પ્રૉબ્લેમમાં કામ કરવાનો અનુભવ જણાવતી વખતે આ ખુલાસો કર્યો હતો

કંગના રનૌત

કંગના રનૌત


‘ધુરંધર’નો લીડ ઍક્ટર તો રણવીર સિંહ છે પણ ફિલ્મમાં ‘રહમાન ડકૈત’ના રોલમાં અક્ષય ખન્નાને જોઈને દર્શકો તેના ફૅન બની ગયા છે તેમ જ યુવતીઓ અને મહિલાઓ અક્ષય ખન્ના પર ફિદા થતી જોવા મળી. આ સંજોગોમાં કંગના રનૌતનો એક જૂનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં તે અક્ષય ખન્ના સાથે ફ્લર્ટ કરવાના પ્રયાસ અને તેના રીઍક્શન વિશે વાત કરતી જોવા મળે છે. હકીકતમાં કંગના ‘કૉફી વિથ કરણ’ શોમાં ગઈ હતી. તેની સાથે અનિલ કપૂર અને સંજય દત્ત પણ હાજર હતા. ત્રણે પોતાની ફિલ્મ ‘નો પ્રૉબ્લેમ’ના પ્રમોશન માટે આવ્યાં હતાં, જેમાં અક્ષય ખન્નાએ પણ ઍક્ટિંગ કરી છે.

આ શો દરમ્યાન કરણ જોહરે જ્યારે કંગનાને પૂછ્યું હતું કે શું ક્યારેય એવું બન્યું છે કે તેણે કોઈ સાથે ફ્લર્ટ કરવાનો પ્રયાસ કર્યો હોય અને સામે તરફથી કોઈ પ્રતિસાદ ન મળ્યો હોય? એના જવાબમાં કંગનાએ કહ્યું હતું, ‘હા, અક્ષય ખન્ના સાથે.’ આ સાંભળીને અનિલ કપૂર, સંજય દત્ત અને કરણ જોહર ત્રણેય ચોંકી ગયા હતા. કંગનાએ જણાવ્યું હતું કે ‘મેં પહેલાં અક્ષય સાથે વાત કરવાની કોશિશ કરી, પછી ફ્લર્ટ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે મારી સાથે ક્યારેય વાત જ નથી કરી. તે બોલતો જ નથી અને કોઈ સાથે વાત કરતો નથી.’


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2026 01:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK