Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વૅલેન્ટાઇન્સ ડે નિમિત્તે એક્સ-ગર્લફ્રેન્ડ/ બૉયફ્રેન્ડનો બદલો કૉક્રૉચ સાથે લો

વૅલેન્ટાઇન્સ ડે નિમિત્તે એક્સ-ગર્લફ્રેન્ડ/ બૉયફ્રેન્ડનો બદલો કૉક્રૉચ સાથે લો

Published : 09 February, 2026 10:52 AM | IST | Poland
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વર્ષે ફરીથી વૅલેન્ટાઇન્સ નિમિત્તે આ કૅમ્પેન શરૂ કરવામાં આવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


પોલૅન્ડમાં એક ઝૂએ વૅલેન્ટાઇન્સ ડે પર અનોખી ઑફર બહાર પાડી છે. વૅલેન્ટાઇન્સ ડે આમ તો પ્રેમનો દિવસ કહેવાય છે, પરંતુ આ દિવસે અનેક લોકોનો પ્રેમભંગ પણ થતો હોય છે. કેટલાય લોકોનું દિલ તૂટેલું હોય છે જે તેમને આ પ્રેમના દિવસે ખૂબ પીડા આપે છે. જો તમે પણ બ્રેકઅપ અને દગાને કારણે પીડા અનુભવતા હો તો આ ઝૂમાં તમારા દિલના જખમને શાતા મળે એવું કામ કરી શકાય છે. આ ઝૂમાં તમે કૉક્રૉચ ખરીદી શકો છો. પ્રેમમાં દગો આપનારા પાર્ટનર પ્રત્યે જો તમારા મનમાં કોઈ ભડાસ રહી ગઈ હોય તો કૉક્રૉચને એનું નામ આપો અને પછી કૉક્રૉચ સાથે જ બદલો લઈ લો. એ કૉક્રૉચને તમારા જ હાથે કોઈ પ્રાણીને ખવડાવી દો. આનાથી તમારા ચહેરા પર થોડીક મુસ્કાન તો જરૂર આવશે. પોલૅન્ડના ઓરિએન્ટેરિયમ ઝૂએ પહેલી વાર ૨૦૨૩માં આ કૅમ્પેન શરૂ કરેલું. એ વખતે અનેક પ્રેમભગ્ન લોકોએ એમાં હિસ્સો લીધો હતો. આ વર્ષે ફરીથી વૅલેન્ટાઇન્સ નિમિત્તે આ કૅમ્પેન શરૂ કરવામાં આવ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2026 10:52 AM IST | Poland | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK