Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચોરીછૂપીથી કોરિયન થ્રિલર ફિલ્મ જોવા બદલ નૉર્થ કોરિયામાં ત્રણ ટીનેજરને ફાંસી અપાઈ

ચોરીછૂપીથી કોરિયન થ્રિલર ફિલ્મ જોવા બદલ નૉર્થ કોરિયામાં ત્રણ ટીનેજરને ફાંસી અપાઈ

Published : 09 February, 2026 10:35 AM | IST | North Korea
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નૉર્થ કોરિયાના તાનાશાહ કિમ જૉન્ગ ઉનના ખતરનાક નિયમોનું પાલન ન કરવામાં આવે તો એની સજામાંથી કોઈ બચી શકતું નથી

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


નૉર્થ કોરિયાના તાનાશાહ કિમ જૉન્ગ ઉનના ખતરનાક નિયમોનું પાલન ન કરવામાં આવે તો એની સજામાંથી કોઈ બચી શકતું નથી. બાળકો અને ટીનેજર્સ પણ નહીં. તાજેતરમાં ત્રણ ટીનેજર્સને ફાંસીની સજા આપવામાં આવી કેમ કે તેમનો ગુનો હતો કે તેમણે ચોરીછૂપીથી કોરિયન પૉપ્યુલર થ્રિલર સિરીઝ ‘સ્ક્વિડ ગેમ’ જોઈ હતી. આ વેબ-સિરીઝ દુનિયાભરમાં ખૂબ પ્રખ્યાત થઈ છે, પરંતુ નૉર્થ કોરિયામાં એ જોવા પર પ્રતિબંધ છે. ત્રણ ટીનેજર્સે એ વેબ-સિરીઝ છુપાઈને જોઈ હતી અને ફેમસ કે-પૉપનું મ્યુઝિક પણ તેઓ સાંભળતા હતા. કોરિયન ડ્રામા અને મ્યુઝિકના શોખીન સ્કૂલ જતા સ્ટુડન્ટ્સને તાનાશાહે મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ મોતનું તાંડવ તેમણે જાહેરમાં કર્યું હતું જેથી ફરીથી કોઈ આવી ભૂલ કરવાની હિંમત ન કરે. 


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2026 10:35 AM IST | North Korea | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK