ચાર મૅચ રમનાર ઉમા છેત્રીને મળ્યું વન-ડે ટીમમાં સ્થાન
યાસ્તિકા ભાટિયા
પાંચમીથી અગિયારમી ડિસેમ્બર દરમ્યાન આયોજિત ત્રણ મૅચની વન-ડે સિરીઝ રમવા માટે ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ ઑસ્ટ્રેલિયા-ટૂર પર જશે. આ ટૂર પહેલાં ભારતીય ટીમમાંથી બરોડાની ૨૪ વર્ષની વિકેટકીપર-બૅટર યાસ્તિકા ભાટિયા બહાર થઈ છે. ત્રણ ટેસ્ટ, ૨૮ વન-ડે અને ૧૯ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમવાનો અનુભવ ધરાવતી યાસ્તિકાને ઑસ્ટ્રેલિયામાં ચાલી રહેલી વિમેન્સ બિગ બૅશ લીગની મૅચમાં હાથમાં ઇન્જરી થઈ છે. તેના સ્થાને માત્ર ચાર ઇન્ટરનૅશનલ T20 મૅચનો અનુભવ ધરાવતી બાવીસ વર્ષની ઉમા છેત્રીને વન-ડે ટીમમાં સ્થાન મળ્યું છે. જુલાઈ ૨૦૨૪માં ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરનાર આ આસામની વિકેટકીપર-બૅટર માત્ર એક ઇનિંગ્સમાં બૅટિંગ કરીને ૯ રન બનાવી શકી છે. ઑસ્ટ્રેલિયા-ટૂર પર તે પોતાના વન-ડે ડેબ્યુની આશા રાખશે.