હાર્દિકે મૅચની પહેલી ઇનિંગ્સની નવમી ઓવરમાં પાકિસ્તાનના ઓપનર બાબર આઝમને આઉટ કરીને ભારતને પહેલી વિકેટ અપાવી હતી. આ દરમ્યાન તેના હાથની ઘડિયાળે સૌનું ધ્યાન ખેંચ્યું હતું
હાર્દિક પંડ્યા
પાકિસ્તાન સામેની હાઈ વૉલ્ટેજ મૅચમાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ આઠ ઓવરમાં ૩૧ રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન સાથે તેણે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૨૦૦ વિકેટ પૂરી કરી છે. તેણે ૧૦૦ ટેસ્ટ-મૅચમાં ૧૭, ૧૧૪ T20 મૅચમાં ૯૪ અને ૯૧ વન-ડે મૅચમાં ૮૯ વિકેટ ઝડપી છે.
ADVERTISEMENT
હાર્દિકે મૅચની પહેલી ઇનિંગ્સની નવમી ઓવરમાં પાકિસ્તાનના ઓપનર બાબર આઝમને આઉટ કરીને ભારતને પહેલી વિકેટ અપાવી હતી. આ દરમ્યાન તેના હાથની ઘડિયાળે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અહેવાલ અનુસાર, રિચર્ડ મિલ RM 27-02 નામની આ લક્ઝરી ઘડિયાળની કિંમત ઑલમોસ્ટ ૭ કરોડ રૂપિયા છે. આ અદ્યતન ટેક્નૉલૉજીવાળી ઘડિયાળ લિમિટેડ સંખ્યામાં જ બનાવવામાં આવે છે. આ મૅચ જોવા માટે તેની કહેવાતી ગર્લફેન્ડ બ્રિટિશ સિંગર જૅસ્મિન વાલિયા પણ દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમ પહોંચી હતી.

