૨૦૨૫ આપણા વારસાને પાછો લાવવાનો અવસર છે, જ્યાં એ આપણા (રંગ) બ્લુ અને ગોલ્ડ સાથે છે. અમે મુંબઈની જેમ રમવા માટે મેદાન પર ઊતરીશું.
મુંબઈ ઇન્ડિયન્સની જર્સી અને રોહિત શર્મા
પાંચ વખતની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે આગામી નવી સીઝન માટે પોતાની નવી જર્સી લૉન્ચ કરી છે. ફ્રૅન્ચાઇઝીએ શૅર કરેલા વિડિયોમાં કૅપ્ટન હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ અને તિલક વર્મા નવી જર્સી સાથે જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
કૅપ્ટન હાર્દિક પંડ્યા આ વિડિયોમાં કહે છે, ‘પ્રિય પલટન, અમે જાણીએ છીએ કે આપણી છેલ્લી સીઝન ભૂલવા જેવી હતી, પણ હવે એક નવી સીઝન આપણી સામે છે અને બધું યોગ્ય કરવાની તક છે. ૨૦૨૫ આપણા વારસાને પાછો લાવવાનો અવસર છે, જ્યાં એ આપણા (રંગ) બ્લુ અને ગોલ્ડ સાથે છે. અમે મુંબઈની જેમ રમવા માટે મેદાન પર ઊતરીશું. આ ફક્ત અમારી જર્સી નથી, એ તમને એક વચન છે. ચાલો વાનખેડે (સ્ટેડિયમ) પર મળીએ.’


