ભારતીય ક્રિકેટ બોર્ડે શૅર કરેલા આ ફોટોમાં તેના બૅટ પર MRFના માર્કેટિંગ નીચે પ્રિન્સ શબ્દ લખેલો હતો
કૅપ્ટન શુભમન ગિલના આ ફોટોમાં તેના બૅટ પર પ્રિન્સ શબ્દ લખેલો હતો
ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝ પહેલાં ભારતના નવા ટેસ્ટ-કૅપ્ટન તરીકેનું શુભમન ગિલનું પહેલું ફોટોશૂટ ભારે ચર્ચામાં છે. ભારતીય ક્રિકેટ બોર્ડે શૅર કરેલા આ ફોટોમાં તેના બૅટ પર MRF (મદ્રાસ રબર ફૅક્ટરી)ના માર્કેટિંગ નીચે પ્રિન્સ શબ્દ લખેલો હતો. પચીસ વર્ષનો આ સ્ટાર બૅટર પ્રિન્સ ઑફ ઇન્ડિયન ક્રિકેટ તરીકે ઓળખાય છે. ભૂતકાળમાં વિરાટ કોહલી અને સચિન તેન્ડુલકર ટાયર અને સ્પોર્ટ્સનાં સાધનો બનાવતી કંપની MRFના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર રહ્યા છે, પણ તેમણે ક્યારેય ‘કિંગ’ અથવા ‘માસ્ટર બ્લાસ્ટર’ લખેલા બૅટનો ઉપયોગ નહોતો કર્યો.


