Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પહેલી ઈનિંગ્સમાં ૪૦૦+ રન કર્યા બાદ પહેલી વાર ટીમ ઈન્ડિયાને ૧૦થી ઓછા રનની લીડ મળી

પહેલી ઈનિંગ્સમાં ૪૦૦+ રન કર્યા બાદ પહેલી વાર ટીમ ઈન્ડિયાને ૧૦થી ઓછા રનની લીડ મળી

Published : 23 June, 2025 09:52 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય ટીમના ૪૭૧ રન સામે ઇંગ્લૅન્ડે પહેલી ઇનિંગ્સમાં ૪૬૫ રન ફટકાર્યા, ટીમ ઇન્ડિયા બીજી ઇનિંગ્સમાં ૯૦/૨

હૅરી બ્રુક ૯૯ રને આઉટ થઈ ગયો હતો. એક રન માટે સેન્ચુરી ચૂકી જવાથી તે ખૂબ જ નિરાશ થઈ ગયો હતો.

હૅરી બ્રુક ૯૯ રને આઉટ થઈ ગયો હતો. એક રન માટે સેન્ચુરી ચૂકી જવાથી તે ખૂબ જ નિરાશ થઈ ગયો હતો.


ત્રણ જીવનદાન મેળવનાર હૅરી બ્રુક ૯૯ રને આઉટ થયો, પાંચ વિકેટ લઈને ભારત માટે તારણહાર બન્યો જસપ્રીત બુમરાહ : ભારતીય ફીલ્ડર્સે સતત બે દિવસમાં ત્રણ-ત્રણ કૅચ છોડ્યા

હેડિંગ્લી ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે ઇંગ્લૅન્ડની બેઝબૉલ બૅટિંગ-શૈલીનો જબરદસ્ત પ્રભાવ જોવા મળ્યો હતો. ભારતીય ટીમના ૪૭૧ રન સામે ઇંગ્લૅન્ડ ૧૦૧.૪ ઓવર્સમાં મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપના આધારે ૪૬૫ રન બનાવીને આઉટ થયું હતું. ત્રીજા દિવસના અંતે ભારતીય ટીમે ૨૩.૫ ઓવર્સમાં  બે વિકેટ ગુમાવીને ૯૦ રન ફટકાર્યા હતા. ભારતીય ટીમ પાસે હવે ૯૬ રનની લીડ છે.



ઇંગ્લૅન્ડની પહેલી ઇનિંગ્સના અંતે ભારત પાસે માત્ર ૬ રનની લીડ બચી હતી. પહેલી વાર ૪૦૦ પ્લસ રન ફટકારવા છતાં ભારતીય ટીમ પાસે ૧૦થી ઓછા રનની લીડ બચી હતી. આ પહેલાં વર્ષ ૧૯૮૧માં દિલ્હી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ સામે અને ૨૦૧૦માં કોલંબો-ટેસ્ટમાં શ્રીલંકા સામે ૪૦૦ પ્લસ રન કર્યા બાદ ભારત પાસે ૧૧-૧૧ રનની લીડ બચી હતી.


યજમાન ટીમે ત્રીજા દિવસે ૫૦મી ઓવરમાં ૨૦૯-૩ના સ્કોરથી ઇનિંગ્સની શરૂઆત કરીને પોતાના સ્કોરમાં ૨૫૬ રન ઉમેર્યા હતા. ત્રીજા ક્રમના બૅટર ઑલી પોપ (૧૩૭ બૉલમાં ૧૦૬ રન)ની વિકેટ બાદ યંગ બ્રુકે ટીમની ઇનિંગ્સ સંભાળી રાખી હતી.


જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરીને પાંચ વિકેટ લીધી હતી.

ત્રણ જીવનદાન મેળવનાર બ્રુક ૧૧૨ બૉલમાં ૧૧ ફોર અને બે સિક્સ ફટકારીને ૯૯ રનના સ્કોરે કૅચઆઉટ થયો હતો, પણ એ પહેલાં તેણે પાંચમી વિકેટ માટે કૅપ્ટન બેન સ્ટોક્સ (૫૨ બૉલમાં ૨૦ રન) સાથે ૫૧ રન, છઠ્ઠી વિકેટ માટે જેમી સ્મિથ (૫૨ બૉલમાં ૪૦ રન) સાથે ૭૩ રન અને સાતમી વિકેટ માટે ક્રિસ વૉક્સ (૫૫ બૉલમાં ૩૮ રન) સાથે ૪૯ રનની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ કરી હતી. પૂંછડિયા બૅટર્સ ક્રિસ વૉક્સ અને બ્રાયડન કાર્સે (૨૩ બૉલમાં ૨૨ રન) આઠમી વિકેટ માટે પંચાવન રનની ભાગીદારી કરીને ભારતની લીડ ઘટાડવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો.

મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (૮૩ બૉલમાં પાંચ વિકેટ) સિવાય ફાસ્ટ બોલર્સ પ્રસિદ્ધ ક્રિષ્ના (૧૨૮ રનમાં ૩ વિકેટ) અને મોહમ્મદ સિરાજ (૧૨૨ રનમાં બે વિકેટ)ને સફળતા મળી હતી. સ્પિનર રવીન્દ્ર જાડેજા (૨૩ ઓવરમાં ૬૮ રન) અને ફાસ્ટ બોલર શાર્દૂલ ઠાકુર (૬ ઓવરમાં ૩૮ રન) વિકેટલેસ રહ્યા હતા. સતત બીજા દિવસે ભારતીય ફીલ્ડર્સે ૩-૩ કૅચ છોડ્યા હતા. ૧૫૦ ટેસ્ટ-શિકાર પૂરા કરનાર વિકેટકીપર રિષભ પંત સિવાય યશસ્વી જાયસવાલ ખરાબ ફીલ્ડિંગને કારણે ચર્ચામાં રહ્યા હતા.

ઓપનર કે. એલ. રાહુલે (૭૫ બૉલમાં ૪૭ રન) બીજી ઇનિંગ્સની શરૂઆતથી ધીરજપૂર્વકની ઇનિંગ્સ રમીને ભારતની બાજી સંભાળી હતી. તેણે યશસ્વી જાયસવાલ (૧૧ બૉલમાં ૪ રન) સાથે ૧૬ રનની ઓપનિંગ, સાઈ સુદર્શન (૪૮ બૉલમાં ૩૦ રન) સાથે બીજી વિકેટ માટે ૬૬ રનની ભાગીદારી કરી હતી. આજે ચોથા દિવસે તે કૅપ્ટન શુભમન ગિલ (૧૦ બૉલમાં ૬ રન) સાથે ભારતની ઇનિંગ્સ આગળ વધારશે. ઇંગ્લૅન્ડના ફાસ્ટ બૉલર બ્રાયડન કાર્સ (૨૭ રનમાં એક વિકેટ) અને બેન સ્ટોક્સ (૧૮ રનમાં એક વિકેટ)ને બીજી ઇનિંગ્સની શરૂઆતમાં સફળતા મળી હતી.

110

આટલા સૌથી વધુ શિકાર સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયામાં કરનાર એશિયન વિકેટકીપર બન્યો રિષભ પંત, ધોની (૧૦૯ શિકાર)નો રેકૉર્ડ તોડ્યો.

12

આટલી વાર વિદેશમાં ટેસ્ટ-મૅચમાં પાંચ વિકેટ લેવા મામલે બુમરાહ (૬૪ ઇનિંગ્સ) કપિલ દેવ (૧૦૮ ઇનિંગ્સ)ના ભારતીય રેકૉર્ડની બરાબરી કરી.

Whatsapp-channel Whatsapp-channel

23 June, 2025 09:52 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK