ઑસ્ટ્રેલિયા ટૂરમાં રિષભ પંતને સ્ટુપિડ કહેનાર સુનીલ ગાવસકર હવે ઇંગ્લૅન્ડ ટૂર પર કહે છે આ
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
છ મહિના પહેલાં ઑસ્ટ્રેલિયા ટેસ્ટ ટૂર દરમ્યાન રિષભ પંતના ખરાબ શૉર્ટ પર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસકરનું રીઍક્શન વાઇરલ થયું હતું. હવે ઇંગ્લૅન્ડ ટૂર પર ફરી એક વાર ગાવસકરે રિષભ પંતની સદી પર આપેલું રીઍક્શન વાઇરલ થયું છે. કૉમેન્ટરી દરમ્યાન ઑસ્ટ્રેલિયામાં ગાવસકરે રિષભ પંતને સ્ટુપિડ... સ્ટુપિડ... સ્ટુપિડ કહ્યું હતું, પણ ગઈ કાલે પંતની રેકૉર્ડબ્રેક સદીને જોઈને ગાવસકરે કૉમેન્ટરી-બૉક્સમાંથી કહ્યું હતું, ‘સુપર્બ... સુપર્બ... સુપર્બ, આ યંગ પ્લેયરે શાનદાર બૅટિંગ કરી.’

