ધીમો, યૉર્કર, બહારનો સ્વિંગર કે ઇનસ્વિંગર બૉલ ફેંકી રહ્યો છે. તમારે બૉલને તેની સાથે એટલી નજીકથી જોવો પડશે કે એને સમજવો ખૂબ મુશ્કેલ બની જાય છે
બેન ડકેટ
ઇંગ્લૅન્ડના વર્તમાન ઓપનર બેન ડકેટે ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વિશે પહેલી ટેસ્ટ-મૅચ દરમ્યાન મોટું નિવેદન આપ્યું છે. પહેલી ઇનિંગ્સમાં નવ ચોગ્ગાની મદદથી ૯૪ બૉલમાં ૬૨ રને બુમરાહની ઓવરમાં બોલ્ડ થનાર ડકેટ કહે છે, ‘તે (બુમરાહ) દુનિયાનો શ્રેષ્ઠ બોલર છે. તેનો સામનો કરવો ખૂબ જ મુશ્કેલ છે, તે કોઈ પણ પરિસ્થિતિમાં સારો છે અને જ્યારે તે બન્ને બાજુથી બૉલ સ્વિંગ કરે છે ત્યારે તેને રમવો મુશ્કેલ છે.’
બેન ડકેટ આગળ કહે છે, ‘કોઈ પણ સંકેત વિના ત્રણ કે ચાર અલગ-અલગ બૉલ ફેંકવાની તેની ક્ષમતા અદ્ભુત છે. જ્યાં સુધી બૉલ તેના હાથમાંથી ન નીકળે ત્યાં સુધી તમને ખબર નથી હોતી કે તે બાઉન્સર ફેંકી રહ્યો છે કે ધીમો, યૉર્કર, બહારનો સ્વિંગર કે ઇનસ્વિંગર બૉલ ફેંકી રહ્યો છે. તમારે બૉલને તેની સાથે એટલી નજીકથી જોવો પડશે કે એને સમજવો ખૂબ મુશ્કેલ બની જાય છે.’


