Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > India vs England, 4th Test: આજે બેટિંગ કરી શકશે રિષભ પંત? શું છે ICCનો રિપ્લેસમેન્ટ નિયમ?

India vs England, 4th Test: આજે બેટિંગ કરી શકશે રિષભ પંત? શું છે ICCનો રિપ્લેસમેન્ટ નિયમ?

Published : 24 July, 2025 11:13 AM | Modified : 25 July, 2025 06:59 AM | IST | Manchester
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

India vs England, 4th Test: મૅન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે રિષભ પંતના અંગૂઠામાં ઈજા થઈ હતી અને તે રિટાયર્ડ હર્ટ થયો હતો, આજે રિપોર્ટ આવ્યા પછી ખબર પડશે તે રમી શકશે કે નહીં; પંતની જગ્યાએ રિપ્લેસમેન્ટમાં કોણ આવશે? શું કહે છે ICCના નિયમો? ચાલો જાણીએ…

ક્રિસ વૉક્સના બૉલમાં રિવર્સ સ્વીપ મારવા જતાં બૉલ રિષભ પંતના જમણા પગના અંગૂઠા પર વાગ્યો હતો, અંગૂઠામાંથી લોહી વહેવા લાગ્યું હતું અને તેને તરત ગોલ્ફ કાર્ટમાં બેસાડીને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો (તસવીર સૌજન્યઃ મિડ-ડે)

ક્રિસ વૉક્સના બૉલમાં રિવર્સ સ્વીપ મારવા જતાં બૉલ રિષભ પંતના જમણા પગના અંગૂઠા પર વાગ્યો હતો, અંગૂઠામાંથી લોહી વહેવા લાગ્યું હતું અને તેને તરત ગોલ્ફ કાર્ટમાં બેસાડીને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો (તસવીર સૌજન્યઃ મિડ-ડે)


ભારત (India) અને ઇંગ્લેન્ડ (England) વચ્ચે ચાલી રહેલી ઍન્ડરસન-તેન્ડુલકર સિરીઝ (Anderson-Tendulkar Series)ની મૅન્ચેસ્ટર (Manchester)માં ચાલી રહેલી ચોથી ટેસ્ટ (India vs England, 4th Test)ના ગઈ કાલે પહેલા દિવસે ભારતે ૪ વિકેટે ૨૬૪ રન બનાવ્યા હતા. ચોથી મેચના પહેલા દિવસે ભારતને રિષભ પંત (Rishabh Pant)ના રૂપમાં મોટો ઝટકો લાગ્યો છે. રિષભ પંતને ગઈકાલે મેદાન પર ઈજા થઈ હતી અને તે મેદાનની બહાર નીકળી ગયો હતો. તેનું મેડિકલ ચેકઅપ થયું છે અને રિપોર્ટ્સની રાહ જોવામાં આવી રહી છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું બાકી રહેલી મેચમાં રિષભ પંત રમી શકશે કે નહીં?

મૅન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે, બેટિંગ કરતી વખતે ભારતીય ખેલાડી (Indian Cricket Team) રિષભ પંત ફાસ્ટ બોલર ક્રિસ વોક્સને રિવર્સ સ્વીપ કરવા ગયો હતો, પરંતુ બોલ તેના જમણા પગમાં વાગ્યો હતો. આ પછી રિષભ પંત પીડામાં જોવા મળ્યો. પંત પોતાના પગ પર ઊભો રહી શકતો ન હતો. બોલ જ્યાં વાગ્યો તે જગ્યાએ સોજો આવી ગયો હતો અને લોહી પણ નીકળ્યું હતું. તેને કામચલાઉ એમ્બ્યુલન્સ દ્વારા મેદાન છોડવું પડ્યું. ભારતીય ટીમ આશા રાખશે કે પંત (Rishabh Pant injured)ની ઈજા ખૂબ ગંભીર ન હોય. આ લખાઈ રહ્યું છે ત્યારે રિષભ પંતની ઈજા અંગે નવીનતમ અપડેટ એ છે કે, તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો છે. પંત સ્કેન માટે એમ્બ્યુલન્સ દ્વારા ગયો હતો. હવે રિપોર્ટ્સની રાહ જોવા રહી છે.



રિષભ પંતને લોર્ડ્સ (Lords)માં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઈજા થઈ હતી અને તે દરમિયાન તેની આંગળીઓમાં ઈજા થઈ હતી, જેના કારણે તે વિકેટકીપિંગ માટે આવ્યો ન હતો. જોકે, પંતે બંને ઇનિંગ્સમાં બેટિંગ કરી હતી. પરંતુ, પંતની હાલની ઈજા સૂચવે છે કે તે આ ટેસ્ટમાં ભાગ્યે જ બેટિંગ કરવા આવશે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે જો રિષભ પંત બેટિંગ કરવા નહીં આવે, તો શું ભારત ધ્રુવ જુરેલ (Dhruv Jurel)ને કન્કશન સબ તરીકે લઈ શકે છે? જવાબ ના છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (International Cricket Council)ના નિયમો કહે છે કે, ધ્રુવ જુરેલનો સબસ્ટિટ્યુશન તરીકે ઉપયોગ ન થઈ શકે, કારણ કે બોલ રિષભ પંતના હેલ્મેટને વાગ્યો નથી.


જો, રિષભ પંત વિકેટકીપિંગ માટે નહીં આવે તો ધ્રુવ જુરેલ તેની જગ્યાએ વિકેટકીપિંગ માટે આવી શકે છે. પરંતુ નિયમોને કારણે, તે બેટિંગ માટે આવી શકશે નહીં. ટીમ ઈન્ડિયાને આશા છે કે, રિષભ પંત બેટિંગ માટે આવશે. જો આવું નહીં થાય તો ભારત પાસે એક બેટ્સમેન ઓછો રહેશે.

પંત રિટાયર્ડ હર્ટ થઈ ગયો છે અને મેદાન છોડીને ગયો છે. આનો અર્થ એ થયો કે, જો રિષભ પંત સ્વસ્થ થઈ જાય, તો તે આ ઇનિંગમાં પણ બેટિંગમાં આવી શકે છે. જો કોઈ બેટ્સમેન રિટાયર્ડ થઈ જાય, તો તે બેટિંગમાં આવી શકતો નથી.


પહેલા દિવસે ભારતીય ઇનિંગ્સની ૬૮મા ઓવરના ચોથા બોલ પર રિષભ પંતે ક્રિસ વોક્સના બોલને રિવર્સ સ્વીપ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ સીધો તેના જમણા પગમાં વાગ્યો. બોલ વાગતાની સાથે જ પંત પીડાથી કણસવા લાગ્યો. ફિઝિયો કમલેશ જૈન પાસેથી સારવાર લેતી વખતે પંત વધુ પીડામાં દેખાતો હતો. આ દરમિયાન, LBWના પ્રયાસમાં ઇંગ્લેન્ડે પોતાનો એક રિવ્યૂ ગુમાવ્યો. બોલ વાગ્યા પછી, પંતનામાં પગ સોજો આવી ગયો હતો અને લોહી પણ નીકળતું હતું. તે તેના પગ પર વજન આપીને ચાલી શક્યો ન હતો. પીડાથી પીડાતા પંતને એમ્બ્યુલન્સ બગીમાં મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો.

દિવસની રમત સમાપ્ત થયા પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (Board of Control for Cricket in India)એ કહ્યું, ‘તેનું સ્કેન કરવામાં આવ્યું છે અને રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.’

તમને જણાવી દઈએ કે, ભારતે પહેલા દિવસના અંતે ૪ વિકેટ ગુમાવીને ૨૬૪ રન બનાવ્યા છે. ભારત તરફથી સાઈ સુદર્શન (Sai Sudarshan)એ ૬૧ રન, યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal)એ ૫૮ રન અને કેએલ રાહુલ (KL Rahul)એ ૪૬ રન બનાવ્યા હતા. કેપ્ટન શુભમન ગિલ (Shubman Gill) ૧૨ રન બનાવીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) અને શાર્દુલ ઠાકુર (Shardul Thakur) ૧૯-૧૯ રન બનાવીને અણનમ છે.

Whatsapp-channel Whatsapp-channel

25 July, 2025 06:59 AM IST | Manchester | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK