Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > “આગમાં ઘી નાખવાનું અને પાર્ટનરને શરમમાં નાખવાનું બંધ કરો.. ” હૃતિક રોશન ઉપર કંગના રનૌતનો પારો છટક્યો

“આગમાં ઘી નાખવાનું અને પાર્ટનરને શરમમાં નાખવાનું બંધ કરો.. ” હૃતિક રોશન ઉપર કંગના રનૌતનો પારો છટક્યો

Published : 02 August, 2026 02:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

CJP પ્રવક્તા સૌરવ દાસ અને Kangana Ranaut વચ્ચે વિવાદ છેડાયો હતો. આ વિવાદ વકરતાં જ કંગના અને એક્ટર Hrithik Roshanન વચ્ચેનો જૂનો વિવાદ જાણે ટ્રેન્ડ થવા લાગ્યો છે.

કંગના રનૌત અને હૃતિક રોશન

કંગના રનૌત અને હૃતિક રોશન


ઍક્ટ્રેસ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ની સાંસદ કંગના રનૌત સતત સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેતી હોય છે. હવે ફરી એકવાર તે ચર્ચામાં આવી છે. હજી તો હમણાં જ તેણે દેશભરમાં વિરોધપ્રદર્શન કરનાર ‘જેન ઝી’ને ‘જનરેશન ગટર’ કહી હતી, ત્યારબાદ CJP પ્રવક્તા સૌરવ દાસ અને કંગના વચ્ચે વિવાદ છેડાયો હતો. આ વિવાદ વકરતાં જ કંગના અને એક્ટર હૃતિક રોશન વચ્ચેનો જૂનો વિવાદ જાણે ટ્રેન્ડ થવા લાગ્યો છે.

‘The world owes an apology to Hrithik Roshan’નો ટ્રેન્ડ શું છે?



વાત એમ છે કે CJP પ્રવક્તા સૌરવ દાસે એક ઇન્ટરવ્યુમાં ટીખળ કરતાં કહ્યું હતું કે તેમને તેમના દોસ્તારોએ કહ્યું છે કે કંગના (Kangana Ranaut) એટલે એની પાછળ પડી છે કેમકે તેનો ફૅસ હૃતિક રોશનને મળતો આવે છે. સૌરવના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ‘The world owes an apology to Hrithik Roshan’ નામનો ટ્રેન્ડ શરૂ થઇ ગયો છે અને લોકોએ ફરીથી કંગનાને ટ્રોલ કરવાની શરૂ નાખી છે. 


હૃતિક રોશને કમેન્ટ લખી

ઇન્ફ્લુએન્સર ફ્રેડી બર્ડીની એક પોસ્ટ પર આ ટ્રેન્ડને લઈને હૃતિક રોશને (Hrithik Roshan) કમેન્ટ કરતા લખ્યું હતું કે, "માત્ર એટલા માટે કોઈનો સાથ આપવો કારણ કે હવે તમને બીજી વ્યક્તિ પસંદ નથી, એ આપણા સમાજની એક મોટી સમસ્યાનો ભાગ છે. હું ત્યાં સુધી રાહ જોઈશ જ્યારે પૂરી વાત સાચા સંદર્ભ અને તથ્યો સાથે સામે આવે. એ જ સાચું હશે, પણ હવે કોને ફરક પડે છે?"


કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર હૃતિકને આડેહાથ લીધો

હૃતિકના આ પ્રતિક્રિયા આપ્યા બાદ કંગના રનૌત (Kangana Ranaut) લાલઘૂમ થઇ ગઈ હતી. તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર હૃતિક સાથે જોડાયેલા આર્ટિકલને શેર કરીને હૃતિક (Hrithik Roshan) અને તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, "પ્રિય હૃતિક, મને આનંદ છે કે તને તારું પર્ફેક્ટ મેચ મળી ગયું છે. તમે અને સબા આઝાદ સાથે ખૂબ સરસ લાગો છો. તમે એક કમિટેડ રિલેશનશિપમાં છો અને આ રીતે કોઈ મહિલાને હેરાન કરવી તમને શોભતું નથી" તેણે એમ પણ કહ્યું કે, "આગમાં ઘી હોમવા અને પોતાના પાર્ટનરને શરમજનક સ્થિતિમાં મૂકવાને બદલે તમારે એવા લોકોની આલોચના કરવી જોઈએ, જેઓ તમારા નામનો ઉપયોગ કરીને મને બુલી અને ટ્રોલ કરી રહ્યા છે. આશા છે કે તમે સમજદારીથી કામ લેશો અને આવા બિનજરૂરી નિવેદનો આપવાનું બંધ કરશો."

શું હતો કંગના અને હૃતિકનો ભૂતકાળનો વિવાદ?

વર્ષો અગાઉ કંગના રનૌતે (Kangana Ranaut) એક ઇન્ટરવ્યુમાં હૃતિકને પોતાનો ‘સિલી એક્સ’ (Silly Ex) કહ્યો હતો. ત્યારબાદ હૃતિકે (Hrithik Roshan) તેમની વચ્ચે કોઈ પણ સંબંધ હોવાનો સ્પષ્ટ અસ્વીકાર કર્યો હતો અને કંગનાને લીગલ નોટિસ પણ મોકલી હતી. હૃતિકનો દાવો હતો કે કોઈ અજાણ્યો શખ્સ તેના નામે ફેક ઇમેઇલ આઇડી બનાવીને કંગના સાથે વાત કરી રહ્યો હતો, જ્યારે કંગનાએ દાવો કર્યો હતો કે તે ઇમેઇલ આઇડી હૃતિકે પોતે જ તેને આપ્યું હતું. હવે આટલા વર્ષો પછી પણ બંને વચ્ચેની આ કડવાશ ઓછી થવાનું નામ નથી લઈ રહી અને સોશિયલ મીડિયા પર ચાહકો વચ્ચે ફરી આ મુદ્દે ટ્રોલિંગ શરૂ થયું છે.

Whatsapp-channel Whatsapp-channel

02 August, 2026 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK