રિષભ પંત ટીમ ઇન્ડિયાની કરોડરજ્જુ છે. તે સ્ટમ્પ પાછળથી ઊર્જા જાળવી રાખે છે. વિરોધી બૅટ્સમેનોને મૂંઝવણમાં રાખે છે, ખાસ કરીને રવીન્દ્ર જાડેજા અને વૉશિંગ્ટન સુંદરની ઓવર્સમાં
રિષભ પંત
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ ભારતીય ટેસ્ટ-ટીમના વાઇસ-કૅપ્ટન રિષભ પંતની પ્રશંસા કરી છે. તે કહે છે, ‘રિષભ પંત ટીમ ઇન્ડિયાની કરોડરજ્જુ છે. તે સ્ટમ્પ પાછળથી ઊર્જા જાળવી રાખે છે. વિરોધી બૅટ્સમેનોને મૂંઝવણમાં રાખે છે, ખાસ કરીને રવીન્દ્ર જાડેજા અને વૉશિંગ્ટન સુંદરની ઓવર્સમાં. જ્યારે તે બૅટિંગ કરવા આવે છે, ભલે ગમે એ પરિસ્થિતિ હોય, તે મુક્તપણે રમે છે. વિરોધી ફીલ્ડરો પણ એક ડગલું પાછળ હટી જાય છે અને તેને રમવા દે છે, કારણ કે તેને કોઈ રોકતું નથી.’
રૈના વધુમાં કહે છે, ‘તે વન્સ ઇન અ જનરેશનલ પ્લેયર છે જેને કૅપ્ટન અને સિલેક્ટર્સ સમર્થન આપે છે. રોહિત શર્માએ પોતાની કૅપ્ટન્સીમાં જે રીતે તેને ટેકો આપ્યો એનાથી તેને તેની કુદરતી રમત રમવાની સ્વતંત્રતા મળી. રેડ બૉલ ક્રિકેટમાં તેને મળેલી સફળતા એ તેની ખાસિયત છે.’


