Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજે એશિયન લેજન્ડ્સ લીગમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર

આજે એશિયન લેજન્ડ્સ લીગમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર

Published : 02 August, 2026 10:40 AM | IST | Lusaka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એશિયન લેજન્ડ્સ લીગ 2026માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો રમાશે. બન્ને ટીમો પોતાની બીજી મેચમાં જીત માટે મેદાનમાં ઉતરશે.

આજે એશિયન લેજન્ડ્સ લીગમાં  ભારત અને પાકિસ્તાનની ટક્કર

આજે એશિયન લેજન્ડ્સ લીગમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર


ઝામ્બિયામાં આયોજિત એશિયન લેજન્ડ્સ લીગની બીજી સીઝનમાં આજે ભારત અને પાકિસ્તાનની ટીમોની ટક્કર થશે. ઇન્ડિયન રૉયલ્સ અને પાકિસ્તાન પૅન્થર્સની મૅચ ભારતીય સમય અનુસાર સાંજે ૪ વાગ્યે શરૂ થશે. 
ટુર્નામેન્ટની પહેલી મૅચમાં પાકિસ્તાનને ડિફેન્ડિંગ ચૅમ્પિયન એશિયન સ્ટાર્સ સામે ૮૫ રને હાર મળી હતી. એશિયન સ્ટાર્સના ૧૮૬-૬ના સ્કોર સામે પાકિસ્તાની ટીમ ૨૦ ઓવરમાં ૧૦૧ રન કરીને ઑલઆઉટ થઈ હતી. શુક્રવારે જ ઇન્ડિયન રૉયલ્સે ૧૯ રને બંગલાદેશ ટાઇગર્સ સામે જીતીને વિજયી પ્રારંભ કર્યો હતો. ઇન્ડિયન રૉયલ્સના ૧૩૫-૭ના સ્કોર સામે બંગલાદેશની ટીમ ૨૦ ઓવરમાં ૧૧૬-૬નો સ્કોર જ કરી શકી હતી.


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2026 10:40 AM IST | Lusaka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK