ઑસ્ટ્રેલિયન વિમેન્સ ટીમ ચંડીગઢમાં પહેલી બે અને દિલ્હીમાં અંતિમ વન-ડે રમવા આવી રહી છે
ભારતીય વિમેન્સ ટીમની તૈયારી શરૂ
હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીએ હાલમાં વન-ડે વર્લ્ડ કપ 2025ની તૈયારીના ભાગરૂપે વિશાખાપટનમમાં પ્રૅક્ટિસ કરી હતી. આ સ્કિલ-બેઝ્ડ ટ્રેઇનિંગ કૅમ્પ ખતમ કરીને ભારતીય વિમેન્સ ટીમ ચંડીગઢ પહોંચી ગઈ છે. ૧૪થી ૨૦ સપ્ટેમ્બર વચ્ચે ઑસ્ટ્રેલિયન વિમેન્સ ટીમ ચંડીગઢમાં પહેલી બે અને દિલ્હીમાં અંતિમ વન-ડે રમવા આવી રહી છે. એ માટે ભારતીય વિમેન્સ ટીમે મહારાજા યાદવીન્દ્ર સિંહ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં વન-ડે સિરીઝ માટેની તૈયારી શરૂ કરી દીધી છે.
