T20 વર્લ્ડ કપ 2026 પહેલાં ઇંગ્લૅન્ડમાં T20 સિરીઝ રમશે વિમેન્સ ટીમ
રોહિત શર્મા, સુર્યકુમાર યાદવ
ભારતીય મેન્સ ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લૅન્ડ સામે પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ રમી રહી છે, જ્યારે વિમેન્સ ટીમ T20 અને વન-ડે સિરીઝ જીતીને ઘરે પાછી ફરી છે. ગઈ કાલે ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે ૨૦૨૬ની ઘરઆંગણાની સિરીઝનું શેડ્યુલ જાહેર કર્યું હતું જેમાં ભારતની મેન્સ અને વિમેન્સ ટીમ સામેની સિરીઝનું શેડ્યુલ પણ સામેલ હતું.
વિમેન્સ ટીમ ૨૮ મેથી બે જૂન વચ્ચે ત્રણ મૅચની T20 સિરીઝ રમીને ઇંગ્લૅન્ડમાં આયોજિત T20 વર્લ્ડ કપ 2026 પહેલાં ત્યાંની સ્થિતિને અનુકૂળ થશે. સિરીઝની આ મૅચો અનુક્રમે ચેમ્સફર્ડ, બ્રિસ્ટલ, ટાઉન્ટનમાં રમાશે. વર્લ્ડ કપ બાદ વિમેન્સ ટીમ ૧૦ જુલાઈથી લૉર્ડ્સમાં યજમાન ટીમ સામે એકમાત્ર ટેસ્ટ-મૅચ રમશે. ભારતીય મેન્સ ટીમ ૧થી ૧૯ જુલાઈ દરમ્યાન પાંચ T20 અને ત્રણ વન-ડે સિરીઝ રમશે. આ મૅચો ડુર્હામ, મૅન્ચેસ્ટર, નૉટિંગહૅમ, બ્રિસ્ટલ, સાઉધમ્પ્ટન, બર્મિંગહૅમ, કાર્ડિફ અને લૉર્ડ્સમાં રમાશે.


