ગયા મહિનામાં દિગ્ગજ બૅટર રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટૅસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, ભારતને અનુભવની નોંધપાત્ર ખોટનો સામનો કરવો પડ્યો. ટીમ મૅનેજમેન્ટે નવા તબક્કાની શરૂઆત કરવા માટે યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપીને પ્રતિક્રિયા આપી.
યુકેમાં ઇંગ્લૅન્ડ સામેની ટૅસ્ટ ક્રિકેટ મૅચ સિરીઝ પહેલા પ્રૅક્ટિસ સૅશન દરમિયાન ભારતનો ખેલાડી રિષભ પંત (તસવીર: PTI)
ભારતની ક્રિકેટ ટીમ 20 જૂન 2025થી શરૂ થનારી ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચવાળી ટૅસ્ટ સિરીઝ માટે યુનાઇટેડ કિંગડમ પહોંચી ગઈ છે. કૅપ્ટન શુભમન ગિલ હેઠળ ટીમે પ્રૅક્ટિસ શરૂ કરી છે. ટીમના પ્રૅક્ટિસ સૅશન દરમિયાનનો એક વીડિયો બીસીસીઆઇ દ્વારા સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવ્યો છે. આ વીડિયો હવે ખૂબ જ જડપથી વાયરલ થઈ રહ્યો છે કારણ કે ટીમનું પ્રૅક્ટિસ સૅશન એક રમતિયાળ પળમાં ફેરવાઈ હતી
ભારતીય ક્રિકેટરોએ હાર્ડ ફિલ્ડિંગ પ્રૅક્ટિસ સૅશનમાં ભાગ લીધો, સાથે ટીમના ખેલાડીઓ વચ્ચે રમતિયાળ વાતચીત પણ થઈ કારણ કે તેઓ ઇંગ્લૅન્ડ ટૅસ્ટ સિરીઝ માટે તેમની તૈયારીને મજબૂત બનાવી રહ્યા હતા. બીસીસીઆઈના વીડિયોમાં ફિલ્ડિંગ કોચ ટી દિલીપ વિવિધ ડ્રિલ કરતાં જોવા મળી રહ્યા છે, જેમાં કૅચિંગ પ્રૅક્ટિસ અને સ્ટમ્પ નજીક બૉલ થ્રો કરવું સામેલ છે. આ દરમિયાન ટીમનો ઉપ-કપ્તાન રિષભ પંત સ્ટમ્પ પર બૉલ મારવાથી થોડો ચૂકી ગયો અને તેણે બૂમ પાડી, "અરે યાર".
ADVERTISEMENT
ટૅસ્ટ કેપ્ટન શુભમન ગિલે તેના ગુજરાત ટાઇટન્સના સાથી સાઈ સુદરશનના ઉત્તમ કૅચને "કૅચિંગ યાર" શબ્દો સાથે બિરદાવ્યો. કૅચ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી મોહમ્મદ સિરાજની ઉજવણીની છલાંગ સાથે ફૂટેજ સમાપ્ત થયું. ગયા મહિનામાં દિગ્ગજ બૅટર રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટૅસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, ભારતને અનુભવની નોંધપાત્ર ખોટનો સામનો કરવો પડ્યો. ટીમ મૅનેજમેન્ટે નવા તબક્કાની શરૂઆત કરવા માટે યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપીને પ્રતિક્રિયા આપી.
Focus ? Smiles
— BCCI (@BCCI) June 11, 2025
Fielding game ? point ft. #TeamIndia ??#ENGvIND pic.twitter.com/PfYu1Gc30B
ઇંગ્લૅન્ડ સામેની પાંચ ટૅસ્ટ મૅચની સિરીઝ 20 જૂનથી લીડ્સ ખાતે શરૂ થશે અને ઑગસ્ટ 2025 સુધી ચાલશે. સિનિયર બૅટર રોહિત અને વિરાટના લાંબા ફોર્મેટમાંથી વિદાય સાથે, હવે શુભમનની પુનઃનિર્મિત ટીમની જવાબદારી છે કે તે પડકારજનક અંગ્રેજી પરિસ્થિતિઓમાં પોતાની ક્ષમતાઓ દર્શાવી શકે. આ સિરીઝ જૂનથી ઑગસ્ટ સુધી ચાલશે, જેમાં લીડ્સમાં હૅડિંગલી, બર્મિંગહમમાં એજબૅસ્ટન, લંડનમાં લૉર્ડ્સ અને ધ ઓવલ અને માન્ચેસ્ટરમાં ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમ્સનો સમાવેશ થાય છે.
ઇંગ્લૅન્ડ સિરીઝ માટે ભારતની ટૅસ્ટ ટીમમાં શુભમન ગિલ (કૅપ્ટન), રિષભ પંત (વાઈસ કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતિશ રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, વૉશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવનો સમાવેશ છે.
તો ભારત સામેની પ્રથમ ટૅસ્ટ માટે ઇંગ્લૅન્ડ ટીમમાં શોએબ બશીર, જૅકબ બેથેલ, હૅરી બ્રુક, બ્રાયડન કાર્સ, સૅમ કૂક, ઝેક ક્રોલી, બૅન ડકેટ, જેમી ઓવરટન, ઓલી પોપ, જો રૂટ, જેમી સ્મિથ (વિકેટકીપર), બૅન સ્ટોક્સ (કૅપ્ટન), જૉશ ટંગ, ક્રિસ વોક્સનો સમાવેશ છે.


