રિષભ પંતનો ઇંગ્લૅન્ડથી એક વિડિયો વાઇરલ થયો છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ભારતીય ટેસ્ટ-ટીમના વાઇસ-કૅપ્ટન રિષભ પંતનો ઇંગ્લૅન્ડથી એક વિડિયો વાઇરલ થયો છે. લૉર્ડ્સના ઇન્ડોર ક્રિકેટ સેન્ટર ખાતે પ્રૅક્ટિસ દરમ્યાન તેણે સ્પિનર વૉશિંગ્ટન સુંદરની બોલિંગ પર એવી સિક્સર ફટકારી જે સ્ટેડિયમના છાપરા પર જઈને પડી અને એમાં ગાબડું પડ્યું.

