Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મુંબઈમાં જન્મેલા અમેરિકન ઑલરાઉન્ડર હરમીત સિંહે કોચ દિનેશ લાડની ક્રિકેટ ઍકૅડેમીને ૧૦ લાખનું દાન આપ્યું

મુંબઈમાં જન્મેલા અમેરિકન ઑલરાઉન્ડર હરમીત સિંહે કોચ દિનેશ લાડની ક્રિકેટ ઍકૅડેમીને ૧૦ લાખનું દાન આપ્યું

Published : 09 February, 2026 10:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શનિવારે ભારત સામેની મૅચમાં આ ૩૩ વર્ષના સ્પિનરે ૨૬ રન આપીને બે વિકેટ ઝડપી હતી

કોચ દિનેશ લાડની ક્રિકેટ ઍકૅડેમીને ૧૦ લાખ રૂપિયાનો ચેક આપી રહેલો હરમીત સિંહ

કોચ દિનેશ લાડની ક્રિકેટ ઍકૅડેમીને ૧૦ લાખ રૂપિયાનો ચેક આપી રહેલો હરમીત સિંહ


ભારતમાં T20 વર્લ્ડ કપ 2026 રમવા આવેલો મુંબઈકર અને અમેરિકન ઑલરાઉન્ડર હરમીત સિંહે હાલમાં પોતાની સ્કૂલના સમયના ક્રિકેટ-કોચ દિનેશ લાડની ક્રિકેટ ઍકૅડેમીની મુલાકાત લીધી હતી. રોહિત શર્માના પણ કોચ રહેલા દિનેશ લાડની ક્રિકેટ-ઍકૅડેમીને તેણે ૧૦ લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું હતું.

શનિવારે ભારત સામેની મૅચમાં આ ૩૩ વર્ષના સ્પિનરે ૨૬ રન આપીને બે વિકેટ ઝડપી હતી. ૨૦૧૨ની અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના સભ્ય રહેલા હરમીત સિંહે મુંબઈ માટે ડોમેસ્ટિક ક્રિકેટ પણ રમ્યું છે. ૨૦૨૪માં તેણે અમેરિકા માટે ઇન્ટરનૅશનલ ડેબ્યુ કર્યું હતું. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૧૩માં તેણે રાજસ્થાન રૉયલ્સ તરફથી એકમાત્ર મૅચ રમી હતી જેમાં તેણે ૩૪ રન કર્યા હતા.



તેનો ૨૦૧૭નો જૂનો કિસ્સો પણ આવ્યો ચર્ચામાં


ગઈ કાલે સોશ્યલ મીડિયા પર હરમીત સિંહ સાથે જોડાયેલી એક વર્ષ જૂની વિચિત્ર ઘટનાની ચર્ચા પણ ફરીથી ચર્ચામાં આવી હતી. ૨૦૧૭માં મુંબઈ પોલીસે અંધેરી રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ પર કાર ચડાવવા બદલ ધરપકડ કરી હતી. એ સમયે તેણે કાર-પાર્કિંગ સમજીને પ્લૅટફૉર્મ પર ગાડી ચડાવી દીધી હતી. એ સમયે તે અમેરિકાના ક્રિકેટ સેટઅપનો ભાગ નહોતો અને મુંબઈમાં રહેતો હતો. એ સમયનો તેનો ધરપકડનો અને પ્લૅટફૉર્મ પરની કારનો ફોટો પણ વાઇરલ થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2026 10:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK