આ ગેરહાજરી વિશે આર. માધવને સોશ્યલ મીડિયામાં સ્પષ્ટતા કરી છે
આર. માધવન
આમિર ખાનની સુપરહિટ ‘રંગ દે બસંતી’ ૨૦૦૬માં રિલીઝ થઈ હતી. આ મહિને ફિલ્મને રિલીઝ થયાને વીસ વર્ષ પૂર્ણ થયાં છે. આ ખાસ અવસર પર આમિર ખાન, શર્મન જોશી, સોહા અલી ખાન, સિદ્ધાર્થ, કુણાલ કપૂર અને અતુલ કુલકર્ણી સહિત ફિલ્મના અનેક કલાકારો ભેગા થયા હતા અને સેલિબ્રેશન કર્યું હતું. જોકે આ પાર્ટીમાં આર. માધવનની ગેરહાજરી ઊડીને આંખે વળગી હતી.
જોકે આ ગેરહાજરી વિશે આર. માધવને સોશ્યલ મીડિયામાં સ્પષ્ટતા કરી છે કે ‘આ રીયુનિયન એક અઠવાડિયા પહેલાં થવાનું હતું અને હું એમાં ભાગ લેવા માટે તૈયાર હતો. જોકે પછી પ્લાનિંગમાં ફેરફાર થયો અને એને પોસ્ટપોન કરવામાં આવ્યું. આ સમયે હું ટ્રાવેલિંગ કરી રહ્યો હતો અને આ કારણે જ સ્પેશ્યલ ઇવેન્ટ તેમ જ રીયુનિયનમાં ભાગ લઈ શક્યો નહોતો.’
ADVERTISEMENT
આર. માધવને તેની જૂની યાદોને શૅર કરતાં જણાવ્યું કે ‘રંગ દે બસંતી’ તેના માટે ખૂબ જ ખાસ ફિલ્મ રહી છે અને તે આ ઉજવણીમાં હાજર રહેવા ઇચ્છતો હતો પણ પરિસ્થિતિને કારણે એ શક્ય બન્યું નહોતું.


