ઐતિહાસિક શહેર વડનગરમાં તેમણે નવા પુરાતત્વીય સંગ્રહાલય, કીર્તિ તોરણ, પ્રેરણા સંકુલ અને હાટકેશ્વર મંદિરમાં આ શહેરના સમૃદ્ધ ઇતિહાસને નજીકથી નિહાળ્યો હતો
ગુજરાત ટાઇટન્સે ઐતિહાસિક શહેર વડનગરનાે સમૃદ્ધ ઇતિહાસ નજીકથી નિહાળ્યો
ગુજરાત ટાઇટન્સના પ્લેયર્સ, સપોર્ટ સ્ટાફ અને તેમની ફૅમિલીના સભ્યો સહિત ઑલમોસ્ટ ૧૦૦ જણ હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગરની મુલાકાત લેવા પહોંચ્યા હતા. ઐતિહાસિક શહેર વડનગરમાં તેમણે નવા પુરાતત્વીય સંગ્રહાલય, કીર્તિ તોરણ, પ્રેરણા સંકુલ અને હાટકેશ્વર મંદિરમાં આ શહેરના સમૃદ્ધ ઇતિહાસને નજીકથી નિહાળ્યો હતો. શુભમન ગિલ અને સ્ટાર વિદેશી પ્લેયર્સનું વડનગરના નાગરિકોએ મોટી સંખ્યામાં ઊમટીને સ્વાગત કર્યું હતું.

