રજત પાટીદાર અને ઋતુરાજ ગાયકવાડ બાદ આ કમાલ કરનાર માત્ર ત્રીજો પ્લેયર બન્યો. તેના પહેલાં ચેન્નઈ સુપર કિંગ્સના ઋતુરાજ ગાયકવાડ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના રજત પાટીદારે નવ હરીફ ટીમ સામે રમીને આ રેકૉર્ડ કર્યો હતો.
શુભમન ગિલે પોતાના બૅટ પર લગાવ્યું પ્રિન્સ નામનું નાનકડું સ્ટિકર
ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન શુભમન ગિલે સોમવારે પોતાની જૂની ફ્રૅન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ૯૦ રનની ઇનિંગ્સ રમીને એક અનોખા રેકૉર્ડ-લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. તે IPLમાં જે ટીમ સામે રમ્યો છે એ દરેક ટીમ સામે ફિફ્ટી પ્લસ રનની ઇનિંગ્સ રમ્યો છે. તેના પહેલાં ચેન્નઈ સુપર કિંગ્સના ઋતુરાજ ગાયકવાડ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના રજત પાટીદારે નવ હરીફ ટીમ સામે રમીને આ રેકૉર્ડ કર્યો હતો. પચીસ વર્ષનો શુભમન ગિલ હાલમાં IPL ૨૦૨૫માં ૩૦૫ રન ફટકારીને કૅપ્ટન્સના લિસ્ટમાં સૌથી વધુ રન કરનાર કૅપ્ટન છે. તેની ટીમ હાલમાં પૉઇન્ટ્સ-ટેબલમાં ટોચના ક્રમ પર સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે. 35,00 - આટલા IPL રન પૂરા કરનાર યંગેસ્ટ પ્લેયર બન્યો શુભમન ગિલ (૩૫૧૧ રન)
દરેક ટીમ સામે શુભમન ગિલનો હાઇએસ્ટ સ્કોર
ADVERTISEMENT
મુંબઈ - ૧૨૯ રન
ચેન્નઈ - ૧૦૪ રન
બૅન્ગલોર - ૧૦૪ રન
હૈદરાબાદ - ૧૦૧ રન
પંજાબ - ૯૬ રન
લખનઉ - ૯૪ રન
કલકત્તા - ૯૦ રન
દિલ્હી - ૮૪ રન
રાજસ્થાન - ૭૨ રન

