બંગલાદેશના ઢાકામાં ૨૪ નવેમ્બરે ભારતે ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઇને ૩૫-૨૮થી હરાવીને માત્ર બે સીઝનની વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં વર્ચસ વધુ મજબૂત બનાવ્યું હતું.
મહિલા કબડ્ડી વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમને સન્માનિત કરી પ્રો કબડ્ડી લીગ અને જિયોસ્ટારે
શુક્રવારે પ્રો કબડ્ડી લીગ અને બ્રૉડકાસ્ટર જિયોસ્ટાર દ્વારા ભારતીય મહિલા કબડ્ડી ટીમને સતત બીજો વર્લ્ડ કપ જીતવા બદલ સ્પેશ્યલ મેડલથી સન્માનિત કરવામાં આવી હતી. બંગલાદેશના ઢાકામાં ૨૪ નવેમ્બરે ભારતે ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઇને ૩૫-૨૮થી હરાવીને માત્ર બે સીઝનની વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં વર્ચસ વધુ મજબૂત બનાવ્યું હતું.


